દિલ્હીઃ બિલ્ડીંગ ધરાશાયી, એક મહિલા અને ૪ બાળકોના મોત

1049

દિલ્હીના અશોકા વિહાર ફેસ-૩ વિસ્તારમાં બુધવાર સવારે ત્રણ માળની બિલ્ડીંગ પડી ગઈ છે. આ ઈમારત પડવાની સૂચના મળતા જ એનડીઆરએફ અને ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. બિલ્ડીંગના કાટમાળમાં ૨૦થી ૨૫ લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ બાળક સહિત નવ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે એક મહિલા અને ચાર બાળકોનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. હાલમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના અશોક વિહાર ફેસ-૩ વિસ્તારમાં સત્યવર્તી કોલેજ પાસે બુધવાર સવારે ધમાકાનો અવાજ સંભળાયો. આસપાસના લોકો જ્યારે બહાર આવીને જુએ છે તો, એક ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં મળેલી જાણકારી અનુસાર, ઈમારતના કાટમાળ નીચે ૨૦-૨૫ લોકો દટાયા છે.ઘટનાની સૂચના મળતા એનડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગની ટીમની ૬ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને ટીમ દ્વારા કાટામાલ હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં નવ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

કહેવામાં આવે છે કે, બિલ્ડીંગ પડવાથી આજુબાજુ રહેલા લોકોને પણ ઈજા પહોંચી છે. ઘાયલોને સારવાર માટે નજીકની દિપચંદ બન્ધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Previous articleઆધારથી વર્ષે ૯૦ હજાર કરોડ બચી ગયા : જેટલી
Next articleશેરડી ઇન્ડસ્ટ્રી માટે ૫૫૦૦ કરોડ રૂપિયાના પેકેજને લીલીઝંડી મળી