દોહાથી હૈદરાબાદ આવતી કતાર એરવેઝમાં ફ્લાઇટમાં શ્વાસ લેવામાં તકલીફ પડતા ૧૧ મહિનાનાં બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના આજે બની હતી. આ ફ્લાઇટ જેવી હૈદરાબાદ પહોંચી કે તરત જ માસ્ટર અરણવને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ ડોક્ટરો તેને મૃત જાહેર કર્યો અને કહયું કે બાળકનું મૃત્યુ શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે થયું હતું. વધુ વિગત મેળવાઇ રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ મુંબઇથી જયપુર જતી જેટ એરવેઝની ફ્લાઇટમાં એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ હતી.
ક્રૂ મેમ્બર્સની એક ભૂલનાં કારણે ફ્લાઇટને અધવચ્ચેથી જ મુંબઇ પરત ફરવું પડ્યુ હતું. હકીકતમાં ક્રુ મેમ્બર કેબિનની પ્રેશર મેઇન્ટેઇન કરવાની સ્વિચ (હવાનું દબાણ જાળવી રાખવાની સ્વિચ) ચાલુ કરવાનું ભૂલી ગયો હતો. ફ્લાઇટમાં આશરે ૧૬૬ યાત્રીઓ અને ૫ ક્રુ મેમ્બર્સ સવાર હતાં.જેના કારણે ફ્લાઇટમાં સવાર ૧૬૬ મુસાફરો માંથી ૩૦ મુસાફરોનાં કાન અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તે ઉપરાંત ઘણાં યાત્રીઓનાં માથામાં દુખાવાની સમસ્યા સર્જાઇ હતી. આ દૂર્ધટના બાદ જેટ એરવેઝ તરફથી નિવેદન આપવામાં આવ્યુ હતું કે, દૂર્ધટના બાદ ફ્લાઇટને મુંબઇ પરત લાવવામાં આવી હતી.
આ દરમિયના ફ્લાઇટમાં ૧૬૬ યાત્રી, ૫ ક્રુ મેમ્બર્સ હાજર હતાં. જેટ એરવેઝે જણાવ્યું હતું કે, જે ક્રૂ મેમ્બર્સ ફ્લાઇટમાં હતા તેમને રોસ્ટરથી હટાવી દેવામાં આવ્યા હતા. જ્યા સુધી આ મામલાની સંપૂર્ણ તપાસ નહીં થાય ત્યાં સુધી તે તમામ ઓફ રોસ્ટર રહેશે.