દામનગર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભગવાનભાઈ નારોલા બિનહરીફ

784

દામનગર ખેત ઉત્પાદન બજારના પારદર્શી પ્રમાણિક વહિવટી કુશળતા ધરાવતા ભગવાનભાઈ નારોલાને ચેરમેન પદે નિયુક્ત કરતા ડિરેક્ટરો જિલ્લા રજીસ્ટ્ર રૂબરૂ સર્વાનુમતે બિનહરીફ વરણી ખેડૂત પેનલ અને વેપારી પેનલ બન્નેએ ભગવાનભાઈ નારોલામાં વિશ્વાસ વ્યક્ત કરી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

દામનગર માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ ખૂબ મોટીસંખ્યામાં ડિરેક્ટરો સહિત અનેકો સામાજિક અગ્રણી વેપારીઓની હાજરી જોવા મળી હતી. ચાર વખત ભગવાનભાઈ નાનજીભાઈ નારોલા દામનગર માર્કેટ યાર્ડના ચેરમેન પદે ચૂંટાઈ આવતા તેમને શુભેચ્છા પાઠવવા શહેરભરના અનેકો સામાજિક અગ્રણીઓ દામનગર માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. આ તકે હરજીભાઈ નારોલા, નાનુભાઈ ડોંડા, હસમુખભાઈ કળથીયા, હમીરભાઈ સાસલા, દેવરાજભાઈ ઈસામલિયા, નીતિનભાઈ રાબડીયા, રવજીભાઈ રોકડ, પ્રવિણભાઈ મુલાણી, પ્રવિણભાઈ જાગાણી, રવજીભાઈ માલવિયા, અશ્વિનભાઈ ખખખર, દેવેન્દ્ર જુઠાણી, સહ અધિ બજાર વિસ્તરણ અધિ. નાનુભાઈ નારોલા, દામનગર ચેમ્બર ઓફ કોમર્સ અમરશીભાઈ નારોલા, કિશોરભાઈ ભટ્ટ, નાગજીભાઈ બુધેલીયા, ભુરાભાઈ સાસલા, રામદેવભાઈ પરમાર, છોટુભાઈ મોટાણી, ભીખાભાઈ નારોલા, નારણભાઈ વાવડીયા સહિત અનેકો અગ્રણીઓ અને કર્મચારી દેવેન્દ્ર આચાર્ય, સતિષભાઈ કથીરીયા, બાબુભાઈ સોનીની વિશાળ હાજરીમાં જિલ્લા રજીસ્ટ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં દામનગર માર્કેટ યાર્ડની ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી.

Previous articleયુવા સંધી મુસ્લિમ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા હાજીઓનો સન્માન સમારોહ
Next articleહેમાળ ગામે જમીનનો રીસર્વે કરવા માંગ : ૪૦૦ ખેડૂતોએ આવેદન આપ્યું