માંગરોળ આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો રૂા. ર૪ લાખનો મુદ્દામાલ રીકવરી કરાયો

658

ગઈ તા. ર૮-૩-ર૦૧૯ના રોજ જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામે રહેતા હરેશભાઈ નગીનભાઈ ચોલેરા (ઉ.વ.૬પ) પોતાની આંગડીયાનો પેઢીના રૂા. રપ,૦૦,૦૦૦/- એક સફેદ કલરના થેલામાં ભરી સવારના ક. ૧૧-૦૦ વાગ્યે માંગરોળ બસ સ્ટેન્ડથી પોતાના ઘરે જતા હોય તે દરમ્યાન રસ્તામાં કોઈ અજાણ્યા બે ઈસમોએ હરેશભાઈ પાસે રહે થેલાની ઝુંટ મારી રૂા. રપ,૦૦,૦૦૦/-ની લૂંટ કરી નાશી ગયેલ જે અનુસંઘાને માંગરોળ પો.સ્ટે.માં લૂંટના ગુનો નોધાંયેલ.

ક્રાઈમ બ્રાન્ચ ગીર સોમનાથના ઈ.ચા. પોલીસ ઈનસ્‌. કે.જે.ચૌહાણે ગુનો શોધી કાઢવા અલગ-લગ ટીમો બનાવી તમામ પ્રયાસો હાથ ધરતા હેડ કોન્સ. અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઈ ગુનાને લગતી તમામ ઝિણવટ ભરી માહિતી એકઠી કરેલ તથા ટેકનિકલ સર્વેલન્સના  રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડાનાઓએ કરેલ તમામ પ્રકારનું ટેન્કિકલ સર્વેલન્સ એનાલીસીસના માધ્યમથી તેમજ સરમણભાઈ સોલંકી, લાલજીભાઈ બંભણિયા, પ્રદિપસિંહ રાયજાદા, લલિતભાઈ ચુડાસમા, ડ્રા.એ.એસ.આઈ. પરબતભાઈ સોલંકી, દેવીબેન રામ ઉદયસિંહ સોલંકીનાઓએ ભુતકાળમાં લૂંટમાં પકડાયેલ તમામ આરોપીઓ તેમજ બાતમીદારો તથા તમામ આંગડીયા પેઢીઓ પાસેથી જરૂરી માહિતી એકઠી કરેલ. જેના અંતે તા. ૩૦-૩-ર૦૧૯ના રોજ આ ગ ુનો શોંધી કાઢવા ફાઈનલ એકશન પ્લાન ઘડી જુનાગઢ એલસીબી તથા એસઓજી અધિકારી ટીમના માણસો સાથે માંગરોળ ગ્રામ્ય વિસ્તારમાંથી રાહીલ સુલતનાભાઈ ચૌહાણ સાત વડલા મેદરડા તથા મહમદ ઈબ્રાહિમ મોભી ઘાંચી માંગરોળ વાળાને લૂંટમાં ગયેલ રોકડ રૂપિયા ર૪,૦૦,૦૦૦/- સાથે પકડી પાડલ તેમજ આ આરોપીની વધુ આગવી ઢબે પુછપરછ કરતા આ ગુનાનું કાવતરૂ પાર પાડવામાં પી.એમ. આંગડીયા પેઢીમાં નોકરી કરતો શાબીર કારદભાઈ કબલ માંગરોળ વાળાએ રૂપિયા લેવડ દેવડની માહિતી તથા લોકેશન આપી તથા ફારૂક સુલેમાન પટેલ રહે. પોરબંદર રોડ નાગદા વિસ્તાર, માંગરોળ વાળાએ મુદ્દામાલ સગવેગે કારવામાં મદદ કરેલ જે બંનેને પણ પકડી પાડેલ.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleસુરતના કતારગામ ખાતે આરોગ્ય સેમિનાર યોજાયો