આજથી ભાવનગર અને પાલિતાણા વચ્ચે બીજી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

26

ભાવનગરના સાંસદ તેમજ રાષ્ટીય ભાજપા ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ.ભારતીબેન શિયાળની રજૂઆતથી મળેલ સફળતા
ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભારતીબેન ધીરુભાઈ શિયાળે માહિતી આપી હતી કે ભાવનગર-પાલિતાણા અને ભાવનગર (૦૯૫૧૨/૦૯૫૧૧) ભાવનગર ડિવિઝન હેઠળ ૦૫ ડિસેમ્બર ૨૦૨૧થી દૈનિક વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. સાંસદ ડો. શિયાલે જણાવ્યું કે ભાવનગર ડિવિઝન હેઠળ કોવિડના સમયગાળા દરમિયાન બંધ થયેલી ટ્રેનોને પુનઃ ચલાવવા માટે મેં રેલ્વે મંત્રાલયને પત્રો પણ લખ્યા હતા અને હું પોતે માન.રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોસને મળી હતી. થોડા દિવસ પેહલા રેલ્વે રાજ્ય મંત્રીનો આભાર વ્યકત કરતા ડો.શિયાલે જણાવ્યું હતું કે, હાલમાં ભાવનગર-પાલિતાણા વચ્ચે એક ટ્રેન ચાલી રહી છે, આ બીજી ટ્રેન હશે. ટ્રેન નંબર ૦૯૫૧૨ ભાવનગર – પાલિતાણા ભાવનગર ટર્મિનસથી દરરોજ ૧૭.૩૦ કલાકે ઉપડશે અને ૧૮.૪૫ કલાકે પાલીતાણા પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર ૦૯૫૧૧ પાલીતાણા-ભાવનગર ૧૯.૦૫ કલાકે પાલીતાણાથી ઉપડશે અને ૨૦.૪૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ઉપરોક્ત ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, વરતેજ, ખોડિયાર મંદિર, સિહોર, કાનડ અને માધડા સ્ટેશનો પર ઉભી રહેશે. સાંસદ દ્વારા મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતરનું પાલન કરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે.