ડીડીઓની કેપ્ટનશીપ હેઠળ ભાવ. જિલ્લા પંચાયતની ટીમ ચેમ્પિયન

30

સરકારી કર્મચારીઓની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૩૨ ટીમોએ ભાગ લીધેલો
જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ભાવનગર તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર ડિસ્ટ્રીક્ટ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવાની કેપ્ટનશીપ હેઠળની જિલ્લા પંચાયત રિક્રિએશન ટીમ ચેમ્પિયન બની હતી. ભાવનગર ખાતે સરકારી કર્મચારીઓની ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરની વિવિધ સરકારી કચેરીઓ મળી કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. નોક આઉટ રમ્યા બાદ આજે ફાઇનલ મેચ આઇ.ટી.આઇ. અને જિ.પં. રિક્રિએશન ક્લબ વચ્ચે રમાયેલી જેમાં પ્રથમ બેટીંગ કરતા આઇ.ટી.આઇ.ની ટીમે ૫૯ રન બનાવેલા જેના જવાબમાં જિ.પં. રિક્રિએશન ક્લબની ડીડીઓ પ્રશાંત જીલોવાની કેપ્ટનશીપ હેઠળની ટીમે ૧ વિકેટ ગુમાવી ૬૦ રન કરી ચેમ્પિયન બની હતી.