સિંધુનગર આશ્રમ હટાવવામાં શરમ નડી પરંતુ શિવાજી સર્કલ વિસ્તારમાંથી દબાણો દુર કર્યા

1236

ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ ટીમ દ્વારા શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલ બાધારૂપ લારી ગલ્લાઓ દુર કર્યા હતાં. પરંતુ મુખ્ય દબાણો દુર કર્યા વિના પરત ફરતા લોકોમાં તરેહ તેરહની વાતોએ વેગ પકડ્યો હતો.

બુધવારે મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા સિંધુનગર વિસ્તારમાં રોડને અવરોધ રૂપ અનેક દબાણો નેસ્ત નાબુદ કર્યા બાદ પરંતુ આ વિસ્તારમાં આવેલ શોભરાજ મહારાજના ધાર્મિક આશ્રને રૂપી દબાણ દુર કરવામાં ફરિ એકવાર તંત્ર નિષ્ફળ રહ્યું છે. સતત ત્રીજીવાર લીલા તોરણે જાન પરત ફરતા સમગ્ર મુદ્દો લોક ચર્ચાનો વિષય બન્યો છે. આજે સમગ્ર કાફલો આશ્રમનું દબાણ દુર કરવા પહોંચ્યો  એવા સમયે ચોકકસ કોમના અગ્રણીઓ આશ્રમે પહોચ્યા હતા અને રાજકિય ગોડ ફાધરોના ફોન ધન ધણાવી રાજિકય પ્રેશર લાવીક ામગીરી શરૂ થતી અટકાવી હતી. ત્યાથી સમગ્ર ટીમ શિવાજી સર્કલ શાક માર્કેટ તથા મફતનગર વિસ્તારમાં પહોંચી હતી જયં નાની મોટી દુકાનો, લારી ગલ્લા તથા બેકરીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ કામગીરી સમયે એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરીમાં અવરોધ રૂપ માલ સામન પણ જપ્ત કર્યો હતો.

Previous articleભાદરવો અસલ મિજાજમાં તાપમાન ૩૬ ડિગ્રી પહોંચ્યું
Next articleભાવ. ટર્મિનસ રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે ૭.૪૯ કરોડના કામોનું થયું ખાતમુર્હુત