ભાવ. ટર્મિનસ રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે ૭.૪૯ કરોડના કામોનું થયું ખાતમુર્હુત

1107

ભાવનગર ટર્મિનલ રેલ્વે સ્ટેશનના પુનઃ વિકાસ માટે રૂપિયા ૭,૪૯,૦૦,૦૦૦/-ના કામનું આજ રોજ સાંસદ ડો. ભારતીબેન શિયાળના વરદ હસ્તે થયેલ ખાત મુર્હુત કરાયું હતું.

આ કાર્યક્રમમાં ભાવનગર મહાપાલિકાના મેયર મનભા મોરી, જિલ્લા ભાજપ મહામંત્રી નારણભાઈ મોરી, ઉમેશભાઈ મકવાણા, શહેર ભાજપા મહામંત્રી મહેશભાઈ રાવળ, રાજુભાઈ બાંભણીયા, જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણા, .પાધ્યક્ષ બી.કે.ગોહિલ, જી.પં.ના ચેરમેન ભરતભાઈ હડિયા, હંસાબેન બી. જોલીયા, પુર્વ મેયર નિમુબેન બાંભણીયા, મેહુલભાઈ વડોદરિયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, તળાજા માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર ડો. ધીરૂભાઈ શિયાળ, પરેશભાઈ પંડયા, મનાલાલ સોલંકી, જિલ્લા ભાજપાના કિશોરભાઈ ભટ્ટ, વી.ડી. મકવાણા, ડી.ડી.ગોહિલ, દિગ્વીજયસિંહ ગોહિલ, રાજુભાઈ રાબડીયા, યુવા મોરચા પ્રમુખ કુલદીપસિંહ ચુડાસમા ભાવનગર રેલવેના ડીઆરએમ રૂપાશ્રી નિવાસનજી, ડીસીએમ મહાસુખ એહમદ, રેલ્વ્‌ વિભાગના અધિકારી, પદાધિકારીઓ સ્ટાફ સહિત ભાવનગર શહેર જિલ્લા મંડલના સંગઠનના હોદ્દેદારો તેમજ કોર્પોરેશન જીલ્લા પંચાયત મંડલના સંગઠનના હોદ્દેદારો તેમજ કોર્પોરેશન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટોલા પ્રતિનિધિઓ અને વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસિંધુનગર આશ્રમ હટાવવામાં શરમ નડી પરંતુ શિવાજી સર્કલ વિસ્તારમાંથી દબાણો દુર કર્યા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે