મણિકર્ણિકામાં કંગનાના ક્વીન લૂકને રિલિઝ કરાયો

978

કંગના રનૌતની આગામી ફિલ્મ મણિકર્ણિકામાં તે ઝાંસીની રાની લક્ષ્મીબાઈની ભૂમિકામાં જોવા મળશે. કંગનાએ તેના પાત્રને વાસ્તવિક બતાવવા માટે સખત મહેનત કરી છે. ફિલ્મમાંથી કંગનાના નવા વૉરિયર ક્વીન લૂકને રિલીઝ કરવામાં આવ્યો છે અને ફિલ્મના ટીઝર લૉન્ચની તારીખ પણ રજૂ કરવામાં આવી છે.

લૉન્ચ કરવામાં આવેલા નવા લુકમાં  ગણપતિની ભવ્ય મૂર્તિની સામે, કંગના લાલ રંગના પરંપરાગત આઉટફિટ અને હેવી જ્વેલરીથી રિયલ ક્વીનના લુકમાં જોવા મળે છે. કંગના પહેલી વખત કોઈ યોદ્ધાના પાત્રને નિભાવવા જઈ રહી છે. આ ભૂમિકા માટે કંગનાએ ઘોડેસવારીની અને તલવારબાજીની ખાસ તાલીમ લીધી છે. તેણે તેના માટે બોડી ડબલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. થોડા દિવસો અગાઉ હૈદરાબાદમાં આ ફિલ્મના શૂટિંગ સેટમાં કંગનાને ગંભીર રીતે ઈજા થઈ હતી.

શૂટિંગ દરમ્યાન તલવારબાજીનો સીન કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન, તલવાર કંગનાના કપાળ પર વાગી અને તે ઘાયલ થઈ હતી. ત્યાર બાદ કંગનાને ૈંઝ્રેંમાં દાખલ કરવામાં આવી હતી. તેના માથા પર ૧૫ ટાંકા આવ્યા હતા. આ ફિલ્મમાં કંગનાના ઘણા લુક્સ પહેલા પણ રજૂ થઈ ચુક્યા છે અને હવે ફિલ્મ ટીઝરની રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મનું ટીઝર ૨ ઑક્ટોબર, એટલે કે ગાંધી જયંતિના દિવસે રિલીઝ થશે.

Previous articleચૂંટણીમાં પરાજય છતાં અબ્દુલ્લા યામીન પદ છોડવા ઈચ્છતા નથી!!
Next articleકરીના કપુરના શોમાં સની લિયોન પ્રથમ ગેસ્ટ બનશે