સગીરા પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ

1860

દોઢેક વર્ષ પુર્વે બોટાદના નાગલપુર ગામમાં રહેતા એક શખ્સે  ૧૧ વર્ષિય સગીરાને લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી માઢીયા ગામે શિતળામાંની દેરી પાસે લઈ જઈ ઈચ્છા અને સંમતિ વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની જે તે સમયે સગીરાની માતાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી ફરિયાદના આધારે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગર સ્પે. જજ અને ત્રીજા એડિશનલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ બી.જે. ખાંભલીયાની દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને લઈ આરોપી સામેનો ગુનો સાબીત માની ઈપીકો કલમ ૩૭૬ (ર) મુજબ આરોપીને આજીવન કરાવાસની સજા ફટકારી હતી.

પ્રાપ્ત વિગત મુજબ બોટાદના નાગલપુર ગામે રહેતા અપરણીત ટ્રક ચાલક ગગજી ઉર્ફે કપુર ભગવાનભાઈ જોગરાણા ભરવાડ (ઉ.વ.૩ર) નામના શખ્સે ગત તા. ર૬-૩-ર૦૧૭ના રોજ રાત્રીના આશરે ૮-૩૦ કલાકે માઢીયા ખાતેથી ફરિયાદીની પુત્રી ભોગ બનનનાર (ઉ.વ.૧૧)ને તેણી સગીર વયની હોવાનું જાણવા છતા લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે તેના કાનુની વાલીપણામાંથી અપહરણ કરી માઢીયા ગામે શિતળામાંની દેરી પાસે લઈ જઈ તેણીની સંમતિ અને ઈચ્છા વિરૂધ્ધ બળાત્કાર કરેલ. જે તે સમયે આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી ગગજી જોગરાણા સામે ઈપીકો કલમ ૩૬૩, ૩૭૬ તથા પોકસો એકટ-ર૦૧રની કલમ ૪-૬ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  આ અંગેનો કેસ આજરોજ શનિવારે ભાવનગરના સ્પે. જજ અને ત્રીજા એડિશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ્‌ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા-૧૯, લેખીત પુરાવા-૩૮, વિગેરે ધ્યાને લઈ આરોપી ગગજી ઉર્ફે કપુર ભગવાનભાઈ જોગરાણા સામેનો ઈપીકો કલમ ૩૬૩ મુજબનો ગનુો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી પ વર્ષની કેદની સજા અને રોકડા રૂા. ર૦૦૦ દંડ, ઈપીકો કલમ ૩૭૬ (ર) મુજબનો ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સજા અને રોકડા રૂા. ૧૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. જયારે દંડની રકમ વસુલ આવે તેમાંથી ભોગ બનનારને રૂા. ૧૦ હજારનો વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

Previous articleસ્વાઈન ફ્લુના રોગચાળા સંદર્ભે મૃત્યુનું પ્રમાણ ઘટ્યું પરંતુ નવા દર્દીઓની સંખ્યામાં વધારો
Next articleપ.પૂ. મહંતસ્વામી મહારાજનું અક્ષરવાડી ખાતે ભવ્ય સ્વાગત