ગારિયાધાર તાલુકા લઘુમતી સેલના પ્રમુખની વરણી

813

 

ગારીયાધાર પંથકના તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તાલુકા લઘુમતી સેલના પ્રમુખની જગ્યા ખાલી હોવાથી ૨૦૧૯ની લોક સભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત રાજ્યના લઘુમતી સેલના પ્રમુખ રાઊમાના આદેશ અનુસાર તમામ ખાલી રહેલ જગ્યા પર કાર્યકરોની નિમણૂંક કરવા સૂચનાઓ અપાઈ ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ જોનના ચેરમેન મહેતરની સૂચના મુજબ જિલ્લા કોંગેસ લઘુમતી સેલના પ્રમુખ દ્વારા ગારીયાધાર તાલુકા લઘુમતી સેલના પ્રમુખ તરીકે મેસણકાના પૂર્વ સરપંચ એસ.ડી. જૂનેજાના પુત્ર એવા સજુભાઈ જૂનેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ વરણીને આવકારીને વિજયભાઈ બારીયા મહુવા, યુસુફભાઈ જૂનેજા, પત્રકાર શાહિદ ભટ્ટી-વિક્ટર સહિતનાઓએ હૃદયપૂર્વક આવકારીને આપ રાજકીય ક્ષેત્તે ઉતારોકત પ્રગતિ કરો તેવી શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleઆહિર સમાજ દ્વારા તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો
Next articleપાલીતાણા સેવા સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ