કેન્સર થેરેપી વિકસાવનારા બે વિજ્ઞાનીઓ નોબેલ પુરસ્કાર જીત્યા

911

વર્ષ ૨૦૧૮ માટે મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર નેગેટિવ ઇમ્યૂન રેગ્યૂલેશનના ઇનહિબિશન દ્વારા કેન્સર થેરેપીની શોધ માટે સંયુક્ત રીતે જેમ્સ એલિસન તથા તાસુકૂ હોન્જોને આપવામાં આવ્યો. નોબલને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે. જો કે, આ વખતે સાહિત્યનો નોબલ પુરસ્કાર કોઈને નહીં આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસ્કૃતિક પ્રવત્તિઓ સાથે જોડાયેલા ક્લાઉડ અર્નોલ્ટ યૌન ઉત્પીડનના આરોપમાં ફસાતા ઊભા થયેલા વિવાદને જોતા નોબલ પુરસ્કાર જાહેર કરતી એકેડમીએ આ વખતે પુરસ્કાર ન આપવાનો નિર્ણય કર્યો છે. આજે મેડિસિનના નોબલ પુરસ્કારોની જાહેરાતની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહની શરૂઆત થઈ ગઈ છે.

સાહિત્યનો નોબલ પુરસ્કાર ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ૭૦ વર્ષમાં પહેલીવાર એવું થશે કે સાહિત્યનો નોબલ પુરસ્કાર નહીં આપવામાં આવે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિકિત્સા, ભૌતિકી, રસાયણ, શાંતિ અને અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કાર આપવામાં આવશે.

મેડિસિનના નોબલ પુરસ્કારની જાહેરાત બાદ શાંતિના નોબલ પુરસ્કાર પર લોકોની નજર રહેશે. શાંતિના નોબલની જાહેરાત ઓસ્લોમાં થશે. ઉલ્લેખનીય છે કે, ડાયનામાઇટના ઇન્વેન્ટર એલ્ફ્રેડ નોબલની યાદમાં દર વર્ષે નોબલ પુરસ્કાર આપવામાં આવે છે.

Previous articleપાક.ના હેલિકોપ્ટરને જવાનો તોડી પાડવાની તૈયારીમાં હતા
Next articleIL&FS મેનેજમેન્ટ પર આખરે સરકારનો કબજો : નવું બોર્ડ રચાયું