સરદારનગર શાળા ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઈ

1419

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીજી અને સ્વચ્છતા એક બીજાના પર્યાય એવી થીમ પર સેન્ટ્રલ જીએસટી (જીએસટી વિભાગ)ના સૌજન્યથી તથા વીર સરદારસિંહ રાણા નં.૭૩, સરદારનગર ખાતે વોલ-પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૦૬ શાળાના ૩૬ બાળકોએ તેમજ તેમના માર્ગદર્શકઓએ કુલ ૧૭ ચિત્રો ઓઈલ પેઈન્ટ વડે લાઈવ પેઈન્ટીંગ કરી હોંશભેર ભાગ લીધેલ. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવળ, પ્રભારી રસીકભાઈ સિધ્ધપુરા તથા જીએસટી વિભાગના કમિશ્નર ઝા ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

 

Previous articleસ્વસ્તિ વિદ્યાલય દ્વારા ગાંધી જન્મજયંતિની ઉજવણી
Next articleબરવાળા : ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ