ઘોઘા ખાતે મહોરમ પર્વ અન્વયે મિટીંગ યોજાઈ

1310

ઘોઘામાં  તા.૨૦/૯ અને ૨૧/૯/૨૦૧૮ના રોજ મહોરમના તહેવાર નિમિત્તે તાજીયા ઝુલુસ અંગેના કાર્યક્રમ માટે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ઘોઘા પી.એસ.આઈ એસ.એમ.રાણા અધ્યક્ષ સ્થાને એક મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

ઘોઘા ગામ માં યોજાતા તાજીયા ઝુલુસ અંગેના કાર્યક્રમ દરમિયાન પડતી મુશ્કેલીઓની રજુઆત ઘોઘા જુદા જુદા વિસ્તારમાં તાજીયા બને છે તેના પ્રમુખો દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી જેમ કે મહોરમના તહેવાર નિમિતે તાજીયા ઝુલુસ કાઢવાની પરમીટ બે દિવસ અગાઉ આપવી, વિસ્તાર વાઇઝ કામ કરવાની યાદી રજુ કરવામાં આવી હતી,જેમાં ગ્રામ પંચાયત દ્વારા રસ્તા માં આવતા ઉબડ ખાબડ રસ્તા રીપેર કરાવવા,રસ્તા પર ની બંધ સ્ટ્રીટ લાઈટો શરૂ કરાવવી, તથા રાત્રીના ઘોઘામાં લાઈટ હાઉસ પાસે તાજીયા ઠંડા કરવા જાય ત્યાં પરંપરા મુજબ લાઇટ તથા પોલીસ બંદોબસ્ત તથા તરવૈયાની વ્યવસ્થા રાખવી આ તમામ પ્રશ્નોના નિકાલ માટે તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.

આ બેઠકમાં પી.એસ.આઈ એસ.એમ.રાણા એ જણાવ્યુ હતું કે, મહોરમનો તહેવાર કોમી એખલાસ શાંતિ અને સહકારભર્યા વાતાવરણમાં ઉજવાય તે રીતે તહેવારની ઉજવણી કરવા આયોજકો તથા આગેવાનોને જણાવવામાં આવ્યુ હતુ. તાજીયાની મંજુરી જે સમય સુધી આપવામાં આવે તે સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની કાળજી રાખવા તાજીયા આયોજકોને પી.એસ.આઈ, ઘોઘા દ્વારા જણાવવમાં આવ્યુ હતુ.  આ બેઠકમાં ઘોઘા પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા,ઘોઘા ગામ સરપંચ અંસારભાઈ રાઠોડ,ઘોઘા તલાટી મંત્રી જયેશભાઇ ડાભી,ઘોઘા ગામ ના આગેવાનો તથા જુદા જુદા વિસ્તારમાં તાજીયા બને છે તેના પ્રમુખો અને સભ્યો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.