શિવભક્તિ બાદ દુર્ગાપૂજાના કાર્યક્રમમાં રાહુલ ભાગ લેશે

805

શિવ ભક્તિ બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હવે દુર્ગા પૂજા કરતા નજરે પડશે. કન્યાપૂજન અને અન્ય મિટિંગોનું આયોજન પણ કરવામાં આવનાર છે. નવરાત્રિ આડે વધુ સમય રહ્યો નથી ત્યારે રાહુલ ગાંધી હવે જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. શિવ બાદ હવે દુર્ગાની આરાધના મારફતે કોંગ્રેસ પાર્ટી નરમ હિન્દુત્વના મુદ્દા ઉપર આગળ વધશે. દુર્ગા પૂજામાં હિસ્સો લેવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કોલકાતા પહોંચી રહ્યા છે.

બીજી બાજુ ઉત્તરપ્રદેશ કોંગ્રેસે નવરાત્રિના પ્રસંગે કન્યા પૂજનનું પણ આયોજન કર્યું છે. કોંગ્રેસ એકમ સેવા દળ તરફથી અષ્ટમી અને નવમીના દિવસે મોટા શહેરોમાં કન્યાપૂજન કરવામાં આવશે. લખનૌ અને કાનપુર જેવા મોટા શહેરોમાં આનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. નવમી ઓક્ટોબરના દિવસે નવરાત્રિની શરૂઆતથી લઇને છેલ્લે સુધી આનુ આયોજન કરાશે. અમેઠી અને રાયબરેલીમાં પ્રવાસ દરમિયાન પણ રાહુલ ગાંધીએ કાર્યકરોને કહ્યું હતું કે, તહેવારની સિઝન દરમિયાન લોકોનો સંપર્ક વધારવામાં આવે. તહેવાર દરમિાયન ગ્રામસભા સ્તર પર એક પછી એક મિટિંગોનું આયોજન કરવા કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ સેવા દળમાં ઉત્તરપ્રદેશ એકમના વડા પ્રમોદ પાંડેનું કહેવું છે કે, કન્યા પૂજન અને નવરાત્રિ દરમિયાન લોકોના આશીર્વાદ લેવાની બાબત અમારા પરંપરાના હિસ્સા તરીકે છે. નવરાત્રિમાં વ્રત ખુબ જ અસરકારક રહેશે. સુત્રોના કહેવા મુજબ દશેરા અને દિવાળીના દિવસે પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના મારફતે સામાન્ય લોકોને ધર્મ અને ધર્મની રાજનીતિ અંગે માહિતી આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી પણ ઝડપથી સોફ્ટ હિન્દુત્વના મુદ્દા ઉપર આગળ વધી રહી છે જેનો ફાયદો તે આંશિક પ્રમાણમાં ચૂંટણીમાં થઇ શકે છે.

Previous article૪૭.૩ અબજ ડોલર સાથે મુકેશ અંબાણી સૌથી અમીર ભારતીય
Next articleશેરબજાર કડડભુસ : સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો વિક્રમી ઘટાડો