કઠુઆ રેપ કેસમાં સીબીઆઈ તપાસ નહિ થાય : સુપ્રિમ કોર્ટ

667

ઉચ્ચતમ ન્યાયાલયે શુક્રવારનાં રોજ ચર્ચાસ્પદ કેસ કઠુઆ સામૂહિક બળાત્કાર અને હત્યા મામલે નવી જ રીતે તપાસને માટે દાખલ કરેલ અરજીને ખારિજ કરી દીધી.

આ મામલાનાં એક આરોપીએ પહેલા કરવામાં આવેલી તપાસને દુર્ભાવનાથી પ્રેરિત બતાવતા ફરીથી આ મામલે તપાસ કરવાની માંગ કરી હતી.ન્યાયમૂર્તિ ઉદય યૂ લલિત અને ન્યાયમૂર્તિ ધનન્જય વાઇ ચંદ્રચૂડની બેન્ચે મામલામાં બે અન્ય આરોપીઓની એક અન્ય અરજી પણ દાખલ કરી દીધી છે કે જેમાં મામલાની તપાસ એક સ્વતંત્ર એજન્સીને આપવાની માંગ કરી હતી. બંને અરજીઓને ખારિજ કરતા બેન્ચે કહ્યું કે આરોપી સુનાવણી દરમ્યાન નિચલી કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવી શકે છે.

આ મામલાની તપાસ કરી રહેલ રાજ્ય પોલીસની અપરાધી શાખાએ સાત લોકો વિરૂદ્ધ મુખ્ય આરોપપત્ર દાખલ કર્યું અને એક કિશોર વિરૂદ્ધ અલગથી આરોપપત્ર દાખલ કર્યું હતું કે જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે સગીર છોકરીને કથિત રીતે ઉઠાવવામાં આવી. નશીલી દવા આપવામાં આવી અને એક પૂજા સ્થળની અંદર જ તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. બાદમાં તે છોકરીની હત્યા પણ કરી નાખવામાં આવી હતી.

Previous articleમોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા
Next articleરેપ પીડિતા નાદિયા-તબીબ મુકવેગેને અંતે નોબેલ શાંતિ