રેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર દ્વારા રેલ્વે બોર્ડના ચેરમેન લોહાનીને રજુઆત

1401

આજરોજ રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વની લોહાની ભાવનગર મુલાકાતે આવેલ તે સમયે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું એક પ્રતિનિધિ મંડળ પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાની આગેવાની હેઠળ ભાવનગર પરા રેલવે સ્ટેશન ખાતે તેમની રૂબરૂ મુલાકાત લઈ ભાવનગરના રેલવેને લગતા વિવિધ પ્રશ્નો અંગે લેખીત અને માૂખિક રજુઆત કરેલ. જેમાં ભાવનગર-સુરત ડેઈલી ટ્રેન, હાલમાં ભાવનગર-બાંદ્ર ટ્રેન ફુલ રહેતી હોય અઠવાડીયામાં ૩-૪ દિવસ વીકલી અને હોલી-ડે ટ્રેન આપવામાં આવે છે. તેના બદલે વધારાની એક નવી ડેઈલી ટ્રેન શરૂ કરવા, ભાવનગર-બાંદ્ર ટ્રેનમાં ફર્સ્ટ એ.સી. કોચ જોડવા અંગે, ભાવનગર અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેન તાત્કાલિક શરૂ કરવા, ભાવનગર-ધાંગધ્રા ટ્રેનને ભુજ સુધી લંબાવવા, વરતેજ-સિહોર અને ધોળા રેલવે ક્રોસીંગ ખાતે ઓવરબ્રિજ બનાવવા બાબત, અમદાવાદ ખાતે હોલ્ટ કરતી લાંબા અંતરની ટ્રેનોને તેમા ખાસ કરીને દિલ્હીન અને સાઉથને જોડતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા વિગેરે પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવેલ અને જરૂર જણાય તો દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાતે આવવાની તૈયારી પણ દર્શાવેલ.

Previous articleધરસભાથી કુટુંબમાં સમજણનો દિવો પ્રગટે છે – પૂ. મહંત સ્વામી
Next articleરેલ્વે બોર્ડના ચેરમેન સમક્ષ રજુઆતોની ઝડી વરસાવાઈ