રેલ્વે બોર્ડના ચેરમેન સમક્ષ રજુઆતોની ઝડી વરસાવાઈ

1233

રેલ્વે તરફથી ભાવનગરને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. લાંબા અંતરની ડેઈલી ટ્રેનો સહિતની સુવિધા તથા બ્રોડગેજ કન્વર્ઝનમાં લંબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ભાવનગર ડિવીઝનની મુલાકાતે આવેલા રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વની લોહાની સમક્ષ વિવિધ પ્રશ્નોની રજુઆતોની ઝડીઓ વરસાવાઈ હતી જો કે ચેરમેન દ્વારા તમામ લોકોની રજુઆતો સાંભળી યોગ્ય કરવાની હૈયાધારણા આપી હતી.

રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વની લોહાની આજે સ્પેશ્યલ સલુન મારફત ભાવનગર ડિવીઝનના ભાવનગર પરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા જયાં ડીઆરએમ રૂપા શ્રીનીવાસન તથા ડીસીએમ સહિત અધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. જયારે ચેરમેન લોહાનીએ ભાવનગર પરા રેલ્વે સ્ટેશન તથા વર્કશોપ સહિતની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી સુચના આપવામાં આવી હતી.  આ પ્રસંગે તેમણે ભાવનગર પરાર ખાતે યોજાયેલા પ્રદર્શનને રસપુર્વક નિહાળ્યું હતું બાદમાં રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી અને રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી અને આગામી આયોજનો અંગે વિગતો આપી હતી.

Previous articleરેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર દ્વારા રેલ્વે બોર્ડના ચેરમેન લોહાનીને રજુઆત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GPSC, PSI, પરીક્ષાની તૈયારી માટે