રૂપિયા પર લગામ રાખવી અમારૂં કામ નહી, તે માર્કેટ પર નિર્ભર કરે છે : ઉર્જીત પટેલ

1081

ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્કે આ બાબતથી પોતાને અલગ કરી દીધી છે. રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલે કહ્યુ કે રૂપિયાનું વિનિમય દર માર્કેટ નક્કી કરે છે. રિઝર્વ બેન્ક તેની કોઈ સીમાઓ નક્કી ન કરી શકે. મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત વ્યાજ દરોને યથાવત રાખીને માર્કેટને ચોંકાવનારા ગવર્નરે જણાવ્યુ હતુ કે કેન્દ્રીય બેન્કનું લક્ષ્ય છે મુદ્રાસ્ફીતિ પર કેન્દ્રીત હતુ.

શુક્રવારે રૂપિયો ૧૯ પૈસા ગગડીને ડૉલર સામે સર્વકાલીન નિમ્ન સ્તરે ૭૩.૭૭ના સ્તરે બંધ થયો. કાચા ઇંધણમાં સતત વધતા ભાવ વધારા સામે કારોબાર દરમિયાન પહેલી વાર ૭૪ને પાર ચાલ્યો ગયો હતો.

પટેલનું નિવેદન જણાવે છે.સેન્ટ્રલ બેન્કના રૂપિયાના બચાવમાં મોંઘા થઈ રહેલા ડૉલરની આયાતમાં ઘટાડો અને નિર્યાતમાં થઈ રહેલી વૃદ્ધીના રૂપમાં જોવા મળે છે, જેનાથી સ્થીરતા આવશે. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ સમર્થન કરતા વિનિમય દર એ નક્કી કરે છે કે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. અર્થવ્યવસ્થાને લાગેલ ઝાટકા સહન કરી રહ્યા છે.

પેટેલે ડૉલરની સામે સતત ગગડતા રૂપિયાને વધારે મહત્વ ન આપતા અન્ય ભારતીય માર્કેટ અર્થવ્યવસ્થાઓની મુદ્રાઓની તુલનાએ રૂપિયો મજબૂત છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં રૂપિયો ૧૭ ટકા ગગડ્યો હતો.

પટેલે એ વાતને સ્વીકારી કે બહારના કારણોથી પ્રભાવમાં ભારત બચી નહી શકે. પટેલે રૂપિયા માટે કોઇ લક્ષ્ય નિર્ધારિત કરવાથી ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ કે આ પરિસ્થિઓ આપણા માટે પ્રતિક્રિયા સુનિશ્ચિત કરશે કે વિદેશમાં વિનિમય બજારની તરલતા કાયમ રહે તેની પાછળ કોઈ ખાસ કારણ નથી. પટેલે કહ્યુ કે રૂપિયામાં વિનિમય દર માર્કેટ પર નિર્ભર છે. ગવર્નરે એ પણ કહ્યુ કે સપ્ટેમ્બરના અમત સુધીમાં વિદેશી મુદ્રા ભંડાર ૪૦૦.૫ અરબ ડૉલર હતી, જે દસ મહિનાના નાણાંમાટે પર્યાપ્ત છે

Previous articleજમ્મુ-કાશ્મીર : રામબાણમાં બસ ખીણમાં પડતા ૨૦ મોત
Next articleપાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર