પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત પાક કાપણી-વીણીની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરતાં જિલ્લા કલેકટર

1058

બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત નોટીફાઈડ થયેલ તમામ ખરીફ પાકોની પાક કાપણી-વીણીની કામગીરીના પ્રત્યક્ષ નિરીક્ષણ માટે બોટાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે આજે જિલ્લા ખેતીવાડી અધિકારી સચીન ગઢીયાની સાથે ઢીંકવાળી ગામની મુલાકાત લીધી હતી.

બોટાદ જિલ્લામાં ખરીફ પાકોને કુદરતી આફતોથી રક્ષણ પૂરૂ પાડવા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અમલમાં છે. જે યોજના અંતર્ગત જિલ્લામાં કુલ ૧૩૯૭૦ ખેડુત ખાતેદારોની કુલ ૨૯૯૦૩.૯ હેકટર ખરીફ પાકોના વિસ્તારને આવરી લેવાયેલ છે. આ યોજનાના દાવાની ગણતરી તથા પાક મોજણી યોજના હેતું પાક ઉપજના આંકડા ઉપયોગમાં લેવાના થતા હોય છે. જે માટે જિલ્લામાં પાક કાપણી અખતરાની ગોઠવણી કરવામાં આવે છે. આ અખતરા મુખ્ય પાક તરીકે નોટીફાઈડ થયેલ પાક માટે ગ્રામ પંચાયત દીઠ ૫ અને ગૌણપાક તરીકે નોટીફાઈડ થયેલ પાક માટે તાલુકા દીઠ ૨૦ અખતરાઓ ગોઠવવામાં આવે છે.

બોટાદ જિલ્લામાં ખરીફ-૨૦૧૮ ઋતુ માટે કુલ ૮૦૫ અખતરા ગોઠવાયેલ છે. જેના માટે રેન્ડમ પધ્ધતીથી ચાર અંકી રેન્ડમ નંબર પ્રતિ અખતરા માટે નિયત થાય છે. જેનો ઉપયોગ કરી નિયત પધ્ધતિથી સર્વે નંબર પસંદ કરવામાં આવે છે. તથા પસંદ થયેલ સર્વે નંબરમાં પાક મુજબ પ્લોટ વિસ્તાર નિયત પધ્ધતીથી પસંદ કરી ઉપજના આંકડા મેળવવામાં આવે છે.

Previous articleચૂંટણી નજીક આવી ત્યારે સાંસદ કાછડીયાને રાજુલા તાલુકો યાદ આવ્યો : ચેરમેન ભીખાભાઈ
Next articleસાંજણાસર પ્રા.શાળાની કૃતિ રાજ્યકક્ષાએ