જીએસટી નંબર લઈને ખોટા બીલ બનાવતા લોકો સામે જાગૃતિ જરૂરી- જોઈન્ટ કમિ.દવે

1215

સ્ટેટ ગુડઝ એન્ડ સર્વિસટેક્ષ ડીપાર્ટમેન્ટ તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે જીએસટીના ઓપન હાઉસનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે રાજ્યના જોઈન્ટ કમીશ્નર જે.એસ.દવે અને આસીસટન્ટ કમિશ્નર સંજયભાઈ ગાંધી ખાસ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરના પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાએ શાબ્દિક પ્રવચનની સાથે સાથે જીએસટીના પ્રશ્નોના સમજણ માટે આજરોજ યોજવામાં આવેલ આ ઓઓપન હાઉસના અભીગમને બીરદાવેલ અને વેપારીઓ અને ઉદ્યોગકારોનો આ ઓપન હાઉસના અભીગમને બીરદાવેલ અને વેપારીઓ અને ઉદ્યોગકારોને આ ઓપન હાઉસના માધ્યમથી તેમને મુંઝવતા પ્રશ્નોનું નીરાકરણ મળશે તેવી આશા વ્યક્ત કરેલ.

જીએસટીના જોઈન્ટ કમિસ્નર જે.એસ. દવેએ તેઓના વકતવ્યમાં જણાવેલ કે શહેરમાં કેટલાક લોકો બોગસ જીએસટી નંબર લઈ ખોટા ઈ-વે બીલ બનાવે છે તે સ્તવરે અટકાવવું ખુબ જ જરૂરી છે. આ માટે જીએસટી કચેરી જાગૃત અને પ્રયત્નશીલ છે જ પરંતુ લોકોએ પણજાગૃત બની અને આવા તત્વો વિશે જીએસટી કચેરીને જાણકારી આપવી જોઈએ.

આસીસ્ટન્ટ કમિશ્નર સંજયભાઈ ગાંધીએ જીએસટીના વિવિધ વિષયો અને કઈ તારીખે કયુ રીટર્ન ફાઈલ કરવું કોને ક્યો એચએસએન કોડ લાગુ પડે તે વિશે વિસ્તૃત જાણકારી આપેલ જે કોઈ રજીસ્ટ્રર્ડ પર્સન હોય, બીઝનેસ એકટીવીટી હોય કે ન હોય તે તમામે ફાઈલ કરવું ફરજીયાત છે. તેમ જણાવેલ.

કરવેરાના અગ્રગણ્ય સલાહકાર ભરતભાઈ શેઠે જીએસટીમાં અમુક શબ્દો બદલાયેલ છે તે અંગે તથા રીટર્ન ભરવામાં રાખવાની તકેદારી વિશે જાણકારી આપેલ આ ઉપરાંત જીએસટીઆર-૧ જેઓએ ન ભર્યા હોય તેઓએ સત્વરે ભરી દેવા અનુરોધ કરી જણાવેલ કે આ અંગે મુદત બાદ રોજના રૂા.૨૦૦ દંડ ચુકવવા પાત્ર થાય છે. તેઓએ બોગસ બિલીગ સત્વરે બંધ થાય તે માટે સૌએ સજાગ રહેવું જોઈએ.

કાર્યક્રમનું સંચાલન ચેમ્બર ટેક્ષેસન કમીટીના ચેરમેન ભરતભાઈ શેઠે કરેલ તથા આભારવિધી માનદ મંત્રી કીરીટભાઈ સોનીએ કરેલ.

Previous articleસુરક્ષા રંગતાળી મહોત્સવ ૨૦૧૮નું પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન
Next articleપાકિસ્તાન સેનાના લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર ISIના નવા ચીફ