લખનૌથી અયોધ્યા સુધીની કુચ માટે શંખનાદ કાર્યક્રમ પાલીતાણામાં યોજાયો

897

યાત્રાધામ પાલીતાણામાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ પાલીતાણા તાલુકા ટીમ દ્વારા સંસદમાં કાયદો લાવી સમસ્ત હિંદુઓનું આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નિકલનારી તા.૨૧.૧૦.૧૮ ના લખનૌથી અયોધ્યા  કૂચ ના કાર્યક્રમના ભાગ રૂપે શંખનાદ કાર્યક્રમ યોજાયેલ.

આ કાર્યક્રમ દરમિયાન એ એચ પી.ના ભાવનગર ગ્રામ્ય જીલ્લાના અધ્યક્ષ ભરતભાઇ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વષોથી સમગ્ર હિંદુ સમાજ જે ભવ્ય મંદિર નિર્માણનું સપનું જોઈ રહ્યું છે અને વખતો વખત સંતો-મહંતોના માર્ગદર્શન આગેવાનીમાં નાનામાં નાના ગ્રામ્ય વિસ્તારથી માંડીને સમગ્ર ભારતમાં  રથયાત્રા, કારસેવા, રામશીલા, બાબરી ધ્વસ જેવા કાર્યક્રમો આપી અને લાખો કાર્યકર્તાઓ એમની માટે પોતાના બલિદાનો આપી જે લડત આપી રહ્યા છે અને પોતાની રાજકીય કારકિર્દી બનાવવા જે હિંદુ સમાજને છેતરીને આજે સતાના શિખર ઉપર બેઠા છે ત્યારે પોતે આપેલા વચનોને યાદ અપાવા અને જ્યારે પોતે કહેતા હતા કે સંસદ અને રાજ્ય સભામાં પૂર્ણ બહુમત મળી જશે ત્યારે અયોધ્યામાં  રામજન્મ ભૂમિ ઉપર ભગવાન રામનું ભવ્ય મંદિર બનવાના જેમને હિંદુને સપના દેખાડ્યા હતા ત્યારે ફરીથી સમગ્ર હિંદુને છેતરવાનો પ્રયાસ કર્યો છે. રામ જન્મભૂમિના સન્માન માટે આગામી તા.૨૧.૧૦.૧૮ ના સમગ્ર ભારત ભર માંથી આવતા સંતોની આગેવાનીમાં ડો.પ્રવીણભાઈ તોગડીયાના નેતૃત્વમાં લખનૌથી અયોધ્યા કુચ નીકળવાની છે ત્યારે પાલીતાણા આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આ કૂચ શાંતિ પૂર્વક પસાર થાય અને તેમની સફળતા માટે પૂ.બજરંગદાસ બાપા ચોક પાલીતાણા ખાતે બહોળી સંખ્યા માં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહી ને શંખનાદ નો કાર્યક્રમ કરવા માં આવેલો હતો.

Previous articleરાજુલાના ગામોમાં સાંસદ કાછડીયાની મુલાકાત : ઠેર-ઠેર મળી રહેલો આવકાર
Next articleરાસ ગરબા સ્પર્ધામાં કલાપથ સંસ્થા પ્રથમ