હત્યાના મામલામાં રામપાલ આખરે અપરાધી કરી દેવાયા

641

સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત રામપાલને હત્યાના બંને મામલામાં કોર્ટે અપરાધી જાહેર કર્યા છે. ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં કોર્ટની રચના કરવામાં આવી હતી. એડિશનલ ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ ન્યાયાધીશ ડીઆર ચાલિયા દ્વારા આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ૨૦૧૪માં આ મામલો બન્યો હતો. તે વખતે રામપાલના આશ્રમમાં હિંસા ભડકી ઉઠી હતી જેમાં સાત લોકોના મોત થયા હતા જેમાં પાંચ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. ચુકાદો આવ્યા બાદ રામપાલના સમર્થકો દ્વારા હિંસા ફેલાવવામાં આવશે તેવી દહેશતના પરિણામ સ્વરુપે જેલની અંદર જ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે રામપાલની સુનાવણી હાથ ધરાઈ હતી. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે તેમને ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

નિર્ણયને ધ્યાનમાં લઇને આજે સવારથી જ સમગ્ર હિસ્સારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લામાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી. આશરે ૨૦૦૦ સુરક્ષા જવાનોની નિમણૂંક કરવામાં આવી હતી. રામપાલ અને તેમના સમર્થકો હિસ્સારમાં પ્રવેશ ન કરી શકે તે માટે ૪૮ પોલીસ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા હતા. શહેરમાં અનેક જગ્યાઓએ રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ૧૮મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે સતલોક આશ્રમના સંચાલક રામપાલને બરવાલા સ્થિત તેમના આશ્રમમાંથી બહાર કાઢવા માટે પોલીસને વ્યાપક ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. આ કાર્યવાહીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા પરંતુ રામપાલના સમર્થકો મક્કમ રહ્યા હતા. રામપાલને બહાર કાઢવા માટે ભારે હિંસા થઇ હતી જેમાં પાંચ મહિલાઓના મોત થયા હતા. પોલીસે હિંસાના મામલામાં રામપાલ ઉપરાંત અન્ય ૧૫ લોકો સામે કેસ દાખલ કર્યો હતો. જ્યારે અન્ય એક મામલામાં રામપાલ સહિત ૧૪ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ચુકાદાને લઇને સુરક્ષાને લઇને પુરતા પગલા પહેલાથી જ લેવામાં આવ્યા હતા. બરવાળાના સતલોક આશ્રમ પ્રકરણમાં હત્યાના બે મામલાઓની સુનાવણી સત્ર ન્યાયાધીશ અજય પરાશર દ્વારા સેન્ટ્રલ જેલમાં હાથ ધરવામાં આવી હતી. તેમનું થોડાક દિવસ પહેલા જ અહીં બદલી કરવાાં આવ્યા બાદ આ કેસ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ રામપાલના મુખ્ય ત્રણ કેસો વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન ૧૦થી ૨૦ હજાર શ્રદ્ધાળુઓ કોર્ટ સંકુલની આસપાસ ભેગા થવાની શક્યતા હતી. જિલ્લામાંથી ૧૩૦૦ અને બહારી જિલ્લાઓમાંથી ૭૦૦ જવાનોને ગોઠવવામાં આવ્યા હતા. રામપાલ પહેલાથી જ વિવાદના ઘેરામાં રહ્યા છે. અપરાધી જાહેર કરવામાં આવેલા જાતે બની બેઠેલા ગોડમેન અને અન્ય ૨૨ને સજાની જાહેરાત ૧૬ અથવા ૨૭મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.

Previous articleબિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર ફરી એકવાર ચંપલ ફેંકાયુ
Next articleગંગા માટે સતત આમરણાંત ઉપવાસ કરી રહેલ સ્વામી સાનંદનું નિધન