૧૮૧ અભયમ દ્વારા ઘરેેથી ભુલા પડેલા મહિલાનું તેના કુટુંબીજનો  સાથે મિલન

855

તા. ૧ર-૧૦-ર૦૧૮ના રોજ રાત્રીના ૧ર-૧૦ વાગ્યે કોઈ સજ્જન વ્યકિતએ એક ભુલી પડેલ મહિલા વિશે ૧૮૧માં કોલ કરીને જાણ કરેલ ત્યારબાદ ભાવનગર મહિલા પોલીસ સ્ટેશન સ્થિત ૧૮૧- અભયમ્‌ ટીમ ઘટના સ્થળ (પીરછલ્લા શેરી, ભગાતળાવ) પર પહોંચેલ જયા ભુલી પડેલ મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે મહિલા થોડા માનસીક અસ્વસ્થ હતા અને તે માત્ર પોતાના ઘરના એડ્રેસમાં ભરતનગર અને ૧ર નંબરનું બસ સ્ટેન્ડ, એટલું જ જણાવતા હતાં. ત્યારબાદ મહિલાને સાથે રાખી ૧૮૧ ટીમ દ્વારા મહિલાના જણાવ્યા પ્રમાણેના વિસ્તારમાં તેના પરિજનોની શોધખોળ ચાલુ કરી હતી ત્યારે સામે બાજુથી મહિલાના પરિજનો પણ શોધતા શોધતા આવ્યા હતાં. ત્યાર બાદ મહિલાને તેના ભત્રીજાને સોંપી દિધા હતાં.

વધુમાં તેના પરિજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે બહેન માનસિક થોડા અસ્વસ્થ છે તેથી તેઓ હંમેશાતેની કાળજી રાખે છે અને તેને પોતાની નજર સમક્ષ રાખે છે તથા તેનું ધ્યાન રાખવા માટે ઘરના કોઈ સભ્ય હાજર રહે છે. પરંતુ આજરોજ ઘરના સભ્યો ઘરકામ વ્યસ્ત હતા ત્યારે બહને ઘરેથી નિકળી ગયા હતાં.

Previous articleધંધુકા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમની ઉજવણી થઈ
Next articleદામનગરમાં એસ.ટી. તંત્રની બેદરકારી ર૪ કલાકમાં માત્ર ર૬ બસો આવે છે