શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યા પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ

978

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)એ પોતાના એન્ટી-કરપ્શન રૂલના ઉલ્લંઘનનો આરોપ લાગાવ્યો છે.ICC દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેણે પૂર્વ બેટ્‌સમેન વિરુદ્ધ લાગેલા આરોપોનો જવાબ આપવા માટે ૧૫ ઓક્ટોબરથી કુલ ૧૪ દિવસનો સમય આપ્યો છે. ICCએ કહ્યું કે, જયસૂર્યાએ તેના બે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ICCએ તેના પર અનુચ્છેદ ૨.૪.૬ અને ૨.૪.૭ ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. શ્રીલંકાની સિલેક્શન કમિટીના પૂર્વ ચેરમેન પર ૨.૪.૬ હેઠળ આરોપ છે કે તેમણે એન્ટી-કરપ્શનની તપાસમાં સહયોગ આપ્યો નહી અને ૨.૪.૭ હેઠળ તેના પર એન્ટી-કરપ્શન રૂલની તપાસમા અવરોધ ઊભો કર્યો તથા તપાસમાં મોડું કરવાનો આરોપ લગાવ્યો છે.

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)એ પોતાના એન્ટી-કરપ્શન રૂલના ઉલ્લંઘનનો આરોપ લાગાવ્યો છે.

Previous articleપૃથ્વી શૉમાં સચિન, વીરુ, લારાની ઝાંખી દેખાય છે : શાસ્ત્રી
Next articleઆઈસીસી ટેસ્ટ રેન્કિંગ : કોહલી ટૉચ પર,પૃથ્વી-પંતની લાંબી છલાંગ