વનડે : ધોનીએ સૌથી વધારે છગ્ગા ભારત વતી લગાવ્યા

884

હિટમેનના નામથી લોકપ્રિય અને વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી ચુકેલો રોહિત શર્મા કેટલાક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. તેના રેકોર્ડને તોડવાની બાબત પણ સરળ દેખાતી નથી. રોહિત શર્માને હજુ પણ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે.

છગ્ગા મારવાના મામલે તે હવે ગાંગુલ અને સચિન તેન્ડુલકરને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ હજુ સુધી વનડે ક્રિકેટમાં ૧૮૮ મેચોમાં ૧૮૬ છગ્ગા લગાવ્યા છે. સચિન તેન્ડુલકરના ૧૯૫ અને સૌરવ ગાંગુલીના ૧૯૦ છગ્ગા ફટકારી દેવાના રેકોર્ડને તે વર્તમાન વેસ્ટ ઇન્ડિઝની સામેની શ્રેણીમાં તોડી શકે છે. તે હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્મા વનડે સ્પેશિયલ બેટ્‌સમેન તરીકે ગણવામા ંઆવે છે. વનડે મેચોમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ તેના નામ પર છે. તે ત્રણ બેવડી સદી વનડે ક્રિકેટમાં ફટકારી ચુક્યો છે. જે એક રેકોર્ડ છે. સચિનને પાછળ છોડી દેવા માટે રોહિત શર્માને વધુ ૧૦ છગ્ગાની જરૂર છે. તે પાંચ મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરી શકે છે. ભારતમાં સૌથી વધારે છગ્ગા ફટકારી દેવાનો રેકોર્ડ તો મહેન્દ્રસિંહ ધોનીના નામ પર છે. ધોનીએ ૩૨૭ મેચોમાં ૨૧૭ છગ્ગા ફટકારી દીધા છે. ધોની વનડે ક્રિકેટમાં બેસ્ટ ફિનિશર તરીકે ઓળખાય છે.

તેની શક્તિશાળી બેટિંગના કારણે ભારતે અનેક રેકોર્ડ પહેલા પણ કર્યા છે. ધોની આટલી વયમા પણ હજુ ધરખમ દેખાવ કરી રહ્યો છે. વિન્ડીઝ  શ્રેણીમાં ભારતીય ખેલાડીઓ માટે અનેક તક રહેલી છે.

હાલમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં વિન્ડીઝના ખેલાડીઓનો દેખાવ કંગાળ રહ્યો હતો. હવે વનડે મેચોમાં તેનો દેખાવ કેવો રહે છે તે બાબત ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

ભારતીય ખેલાડીઓ ટેસ્ટ બાદ વનડેમાં જોરદાર દેખાવ કરી શકે છે. આના માટે પ્રેકટીસમાં ટીમ ઇન્ડિયા હાલમાં વ્યસ્ત છે.

Previous articleવનડે ક્રિકેટમાં વિરાટ કોહલી ૧૦ હજારની સિદ્ધી મેળવશે
Next articleચાલકે કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર કુદી સામે લકઝરી સાથે ધડાકાભેર અથડાઈ