એકતાયાત્રાના આયોજન અર્થે સિહોરમાં ડીડીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક

874

ભારતના પનોતા પુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલિ આપવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર ગુજરાતમાં એકતાયાત્રા નીકળવાની હોઇ તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં ફેઝ-૧ તા.૨૦/૧૦/૨૦૧૮ થી તા.૨૯/૧૦/૨૦૧૮ તેમજ ફેઝ-૨ તા.૧૫/૧૧/૨૦૧૮ થી તા.૨૪/૧૧/૨૦૧૮ દરમિયાન ભવ્ય એકતા યાત્રાના આયોજનમાં કોઇ કચાસ ન રહે તે માટે નોડલ અધિકારીઓ અને રાજકીય આગેવાનો સાથે શિહોર પ્રાંત કચેરીના મીટીંગ હોલમાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.

એકતાયાત્રાના પ્રારંભ પૂર્વે તા. ૧૯/૧૦/૨૦૧૮ના રોજ ૧૧.૦૦ વાગે શિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે થી ભાવનગર જિલ્લા માટે ફાળવેલ ૨(બે) રથ અને અમરેલી જિલ્લા માટે ફાળવેલ ૨(બે) રથ તથા બોટાદ જિલ્લા માટે ફાળવેલ ૧(એક) રથનું પ્રસ્થાન (મેગા લોન્ચીંગ) કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રથોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. તેમ જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યુ હતુ. અને એમ પણ કહ્યુ હતુ કે, ભાવનગર જિલ્લો યજમાન પદે છે અને સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાનું નેતુત્વ આપણે કરી રહ્યા છીએ અને આમંત્રિત મહાનુભાવોને વ્યવસ્થામાં કોઇ તકલીફ ન પડે તથા જનમેદની માટે ૩૫ જેટલી બસોની વ્યવસ્થા કરાઇ છે. આ કાર્યક્રમમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા, મંડપ, સ્ટેજની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સાફ સફાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિગેરે કામગીરી સુવ્યવસ્થિત તથા સુચારૂ રીતે થઇ શકે તે માટે ઉપસ્થિત રાજકીય આગેવાનો અને નોડલ અધિકારીઓને અરસ પરસ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યુ હતું.

Previous articleમાતાજીનો અષ્ટમીનો હવન
Next articleદેસાઈનગર પાસેથી ૩ બાઈક ચોર ઝડપાયા