એકતા રથયાત્રા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

1395

ભાવનગર જિલ્લાનાં શિહોર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જિલ્લામાં તા. ૨૦ થી ૨૯ સુધી યોજાનારી એકતા રથયાત્રા સંદર્ભે સમિક્ષા બેઠક યોજી  હતી.

આ બેઠકમાં તેમણે પદાધિકારી અને સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે  આપણા ભાવનગર જિલ્લાનાં શિહોર, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર, ઘોઘા, તળાજા તાલુકાનાં ગામોએ તા. ૨૦ થી ૨૯ સુધી એકતા રથયાત્રા ફરશે અને સરદાર સાહેબના જીવન સંદેશા વિશે લોકોને જાણકારી આપી એકતાઓ સંદેશો ફેલાવશે ત્યારે આ તાલુકાના તમામ ગામોમાં કે જ્યાં એકતા રથયાત્રા જશે તેના આગલા દિવસની રાત્રે ઢોલ વગાડી લોકોને જાણકારી આપવાનું કામ સંગઠન દ્વારા કરવુ જરૂરી છે. રૂટના કો-ઓર્ડિનેટરો, રૂટ ઈન્ચાર્જ એકબીજાએ હળી મળીને કામ કરવાથી કામ સુંદર થશે તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય અને પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર મનહરભાઈ મોરી, જિલ્લાના સંગઠનના  ચીથરભાઈ પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પંડ્યા, નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફીસરો, રૂટ કો-ઓર્ડિનેટર, રૂટ ઈન્ચાર્જ સહિત સંબંધિત અધિકારી, પદાધિકારી, સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Previous articleસિહોરના યુવાનનું સ્વાઈન ફલુથી મોત
Next articleસૌરાષ્ટ્ર ઝોન એકતા રથયાત્રાનું મંત્રી ચુડાસમા દ્વારા પ્રસ્થાન