આજે ભાવનગરમાં ૨૩૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૪૭ કોરોનાને માત આપી, જયારે ૫ ના મોત

82

શહેરમાં ૧૭૫૨ અને ગ્રામ્યમાં ૧૭૮ દર્દીઓ મળી કુલ ૧૯૩૦ એક્ટિવ કેસ
ભાવનગર જિલ્લામાં એક અઠવાડિયામાં ૧૮ જેટલા મોત નિપજ્યા હતા, આજે શહેર ૪ અને ગ્રામ્યમાં એક મોત નીપજ્યું હતું, મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો, જેમાં શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં ૨ના મોત જેમાં ૭૦ વર્ષીય મહિલા અને ૮૪ વર્ષીય પુરુષ, ચિત્રા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય પુરુષ તથા ગાયત્રીનગરમાં આવેલ આવાસ યોજનામાં રેહતા ૭૫ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું જયારે ગ્રામ્યમાં સિહોરમાં રહેતા ૩૦ વર્ષીય યુવાન નું મોત નીપજ્યું હતું, ભાવનગર જિલ્લામાં આજે ૨૩૦ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૨૦૩ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૩૧ પુરુષનો અને ૭૨ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૪૦૯ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૨૭ કેસ નોંધાયા હતા, જેમાં ૧૩ પુરુષનો અને ૧૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ૩૮ દર્દીઓ કોરોનાને માત આપી હતી, શહેર ૪ અને ગ્રામ્યમાં એક મોત નીપજ્યું હતું.ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૯ અને તાલુકાઓમાં ૩૮ કેસ મળી કુલ ૪૪૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૧૭૫૨ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૭૮ દર્દી મળી કુલ ૧૯૩૦ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૮ હજાર ૨૯૧ કેસ પૈકી હાલ ૧૭૫૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૨૨ દર્દીઓનું અવસાન થયું છે.

Previous articleગુજરાતમાં નિષ્ણાંતોની સલાહથી ઓફલાઈન શિક્ષણ ચાલું કરવા શિક્ષણવિદો દ્વારા રજૂઆત
Next articleમહુવા ભાદ્રોડ ગેઈટ પોલીસ સ્ટેશન ખાતે ૭૩માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરાઈ