મહુવા ભાદ્રોડ ગેઈટ પોલીસ સ્ટેશન ખાતે ૭૩માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરાઈ

322

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સમસ્ત મુસ્લિમ સમાજ તથા જમિયતે ઉલેમાએ હિન્દના સંયુક્ત ઉપક્રમે ભાદ્રોડ ગેઈટ પોલીસ સ્ટેશન ખાતે ૭૩ માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં મૌલાના ઉસામ સાહેબે તિલાવતે કુરાન થી કાયૅક્રમ ની શરુઆત કરી બાદ મા મૌલાના નુરમહંમદ ના વરદ હસ્તે હોમગાર્ડ કમાન્ડર તથા જવાનો ની હાજરી મા ધ્વજ ફરકાવવામાં આવ્યો શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્ર ગાન તથા ત્યાર બાદ મૌલાના સાજિદ ..અલીનકી બાપુ તથા મૌલાના નુર મહંમદ સાહેબે આઝાદી ના બલિદાનો આપનાર સૌ શહીદોની યાદ કરી બંધારણ ના અમલ થયા સુધી ની ઝાંખી રજુ થઈ.. વિશાળ સંખ્યામાં મહુવા શહેરના નાગરિકો ની હાજરીમાં આ પવૅની શાનદાર રીતે ઉજવણી થઈ સમગ્ર કાયૅક્રમ નુ સંચાલન અસીમભાઈ ચૌહાણે કરેલ.કાયૅક્રમ ને સફળ બનાવવા સરફરાઝ ભાઈ…રશિદભાઈ..સાજિદભાઈ ..આરીફભાઈ વગેરે એ ખૂબ જહેમત ઉઠાવી હતી…

Previous articleઆજે ભાવનગરમાં ૨૩૦ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૪૭ કોરોનાને માત આપી, જયારે ૫ ના મોત
Next articleહિન્દુ યુવા સંગઠન દ્વારા રેલી,આવેદન