રાજયમંત્રી વિભાવરીબેન દવેએ સર્કીટ હાઉસમાં લોકપ્રશ્નો સાંભળ્યા

783

આજે તા. ૨૦ ના રોજ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે પાસે ભાવનગરના સર્કીટ હાઉસ માં લોકો તેમના પ્રશ્નો રજુ કરવા આવી પહોંચ્યા હતા જેમાં મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વિમા નિયામકની કચેરી, સરકારી પ્રેસ, ગુજરાત ગેસ સહિતના પ્રશ્નો રજુ કરાયા હતા

મંત્રીએ લોકોને શાંતિથી સાંભળી સંબંધિત અધિકારીઓને ઉકેલ માટે મોબાઈલના માધ્યમથી તાકીદ કરી હતી જ્યારે કેટલાંક પ્રશ્નો માટે ગાંધીનગર સ્થિત અધિકારીઓને માન. મંત્રીએ મંગળવારે રૂબરૂ તેમના કાર્યાલય પર બોલાવ્યા છે. ગુજરાત ગેસમાં ફરજ બજાવતાં વ્યક્તિના બદલીના પ્રશ્ને ઘટતુ કરવા અરજદારને  મંત્રીએ જણાવ્યુ હતુ.

આ લોક્પ્રશ્નો કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ યુવરાજસિંહ, સંગઠનના રાજુ બાંભણીયા,  અગ્રણી ભરતસિંહ ગોહિલ, કોર્પોરેટરો શીતલબેન, ઉષાબેન,સિંધી સમાજના આગેવાનો, પ્રશ્ન રજુ કરનારા લોકો હાજર રહ્યા હતા.

મંત્રી વિભાવરીબેન દવેએ સિંધી સમાજના લોકોને રૂબરૂ બોલાવી જણાવ્યું હતું કે ભાવનગરની શાકભાજી માર્કેટમાં ૮૦ ટકા સિંધી સમાજના લોકો શાકભાજીનો ધંધો કરે છે તેથી તમોને એક એક કોથળો આપવામાં આવશે જેમાં તમોએ શાકભાજીના છીલકા નાંખવાના રહેશે આ ભરેલાં  કોથળા તમોએ મ. ન. પા. ના વાહન માં ખાલી કરવાના રહેશે અને આ વાહન ગૌશાળાએ જઈને કોથળા ખાલી કરશે જેથી ગાયમાતાઓને ખાવાનો ખોરાક મળી રહે સિંધી સમાજના લોકો હરખભેર આ વાત સાથે સંમત થયા અને જેમ બને તેમ જલ્દી અમલ કરશે.

Previous articleદામનગર ન.પા. દ્વારા સ્વચ્છતા અભિયાન તળે સફાઈનો પ્રારંભ
Next articleસુરતમાં થયેલા હત્યામાં વોન્ટેડ દુધાળા ગામનો શખ્સ ઝડપાયો