દામનગર ન.પા. દ્વારા સ્વચ્છતા અભિયાન તળે સફાઈનો પ્રારંભ

664

શહેરભરના  દરેક રોડ રસ્તાની બંને સાઈડ  ડિવાઈડર ફૂટપાથ સરકારી કચેરી સ્કૂલો દવાખાના ધાર્મિક સંસ્થા બસ સ્ટેન્ડ સરકારી વસાહતોઓના મેદાન નદી નાળના પટ રહેણાંક વસાહતો દરેક સોસાયટીના સાર્વજનિક ખુલ્લા મેદાનો સહિત દરેક જગ્યાની સુંદર સફાઈ કરતું તંત્ર શહેરની દરેક સોસાયટી સ્કૂલ કોલેઝ સિવિલ હોસ્પિટલની કંપાઉન્ડ હોલ દેખાવા લાગી જે ઉપદ્રવી ઘાસ બાવળ અને  બિનજરૂરી વનસ્પતિઓથી કાયમી ઢંકાયેલી રહેતી મિલ્કતો સ્પષ્ટ ક્લીન દેખાવા લાગી છેલ્લા ૧૫ દિવસ થી સતત જેસીબી મશીન ટેક્ટરો સહિત ૬૦ કરતા વધુ કર્મચારીઓનો રસાલો દિવસ ના આઠ કલાક સતત સફાઈ ઝુંબેશ ચલાવે છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા સને ૧૯૮૭ પછી પહેલી વાર આવી સફાઈ થઈ દામનગર જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે તત્કાલીન  સરપંચ સુરેશચંદ્ર મહેતાએ સફાઈ અભિયાનથી સંપૂર્ણ શહેરની આવી સામુહિક સફાઈ ચલાવી હતી શહેરની આવી જ સફાઈ કરાવી હતી ૩૧ વર્ષ બાદ આવી સંગીન સફાઈ થતા સર્વત્ર શહેરીજનોમાં આનંદ તમામ સફાઈ કામદાર ટેક્ટર જેસીબી સહિતના યાંત્રિક સાધનોનો ઉપીયોગ પહેલી વાર હેતુ લક્ષી કરતું પાલિકા તંત્ર ઉડીને આંખે વળગે તેવી સફાઈ કરાય.

બિન જરૂરી ઉપદ્રવી વનસ્પતિ ઝાડી ઝાખરા અને ઝેરી ઘાસનો સંપૂર્ણ નાશ કરવાની ઝુંબેશ દરેક ખાનગી અને સરકારી મિલ્કતો સ્પષ્ટ દેખાવા લાગી વર્ષોથી ઢંકાયેલી કમ્પાઉન્ડ હોલ સરકારી પડતર સાર્વજનિક પ્લોટ રોડ રસ્તાની બંને સાઈડો પરથી બાવળો દૂર થતાં અકસ્માતો પણ નિવારી શકાય તેવી સુધડ સફાઈ ચાલતી નગર પાલિકાના સફાઈ  આભિયાનથી શહેરી જનો ખુશ ખુશાલ થઈ રહ્યા છે અને નગરપાલિકાના આ સ્વચ્છતા અભિયાનમાં સ્વંયમ જોડાઈ સહકાર આપી રહ્યા છે .

Previous articleરાણપુરના નાગનેશ ગામે બે હજાર લોકોને સ્વાઈન ફલુ ઉકાળાનું વિતરણ
Next articleરાજયમંત્રી વિભાવરીબેન દવેએ સર્કીટ હાઉસમાં લોકપ્રશ્નો સાંભળ્યા