ભાગવત બાદ યોગીએ પણ મંદિર નિર્માણની કરેલ વાત

744

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની વાત કરીને તમામને વિચારતા કરી દીધા છે. સંઘના વડા મોહન ભાગવત બાદ હવે યોગીએ કહ્યુ છે કે ભવ્ય રામ મંદિરના નિર્માણની તૈયારી શરૂ કરી દેવાની જરૂર છે. ગોરખપુરમાં એક કાર્યક્રમમાં બોલતા યોગીએ કહ્યુ હતુ કે મર્યાદા પુરૂષોતમ ભગવાન રામની લીલાઓની સાથે સાથે અમને તેમના આદર્શને પણ જીવનમાં ઉતારી દેવાની જરૂર છે.  યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રામ વિના જનકલ્યાણના માર્ગ ઉપર આગળ વધવાની બાબત શક્ય દેખાતી નતી. જે રીતે ભવ્ય મંદિર તરીકે રામની લીલાઓનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તેમના જીવન આદર્શોને પણ ઉતારવાની જરૂર છે. ભાજપ તરફથી રામ મંદિરના નિર્માણની વાત એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે થોડાક દિવસ બાદ જ સુપ્રિમ કોર્ટના અયોધ્યા કેસના સંદર્ભમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

૨૯મી ઓકટોબરથી સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. મુખ્ય પક્ષકાર રામલલ્લા વિરાજમાન, નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટર વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુબ્રમણ્યમ સ્વામીએ પણ અરજી દાખલ કરી છે. સ્વામીએ પૂજાના અધિકારની માંગ કરી છે. સુપ્રિમ કોર્ટમાં સૌથી પહેલા ચાર પક્ષકારો તરફથી દલીલો રજુ કરવામાં આવશે. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે દિવાની કેસ પણ ચાલી રહ્યો છે. સમાજમાં તેમના પ્રસારની પણ જરૂર છે. તેમણે કહ્યુ હતુ કે મંદિર નિર્માણ વગર આગળનો માર્ગ સરળ નથી.વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર રામ મંદિરના નિર્માણની અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, મંદિરના મુદ્દા ઉપર ચાલી રહેલી રાજનીતિને ખતમ કરીને તરત જ રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. તેમણે કહ્યં હતું કે, જો જરૂર પડે તો સરકારે આના માટે કાનૂન બનાવવાની જરૂર છે. ૨૦૧૯ની ચૂંટણી માટે ઝડપી બની રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન કરીને નવો મુદ્દો છેડી દીધો છે.

સંઘ પ્રમુખે કહ્યું હતું કે, બાબરે રામ મંદિરને તોડી પાડ્યું હતું અને અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળી ચુક્યા છે. રામમંદિરના નિર્માણના મામલે ચર્ચા ફરી એકવાર જોરદાર રીતે હવે છેડાઇ ગઇ છે. મુદ્દો બને તેવી પણ વકી છે.

Previous articleહવે દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લામાં ભાજપનો સપાટો
Next articleપૈસાની તંગીથી ત્રસ્ત એક જ પરિવારનાં ૪ લોકોનો ફાંસી ખાઇ આપઘાત