શ્રીનગરમાં સેના-આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર : બે આતંકી ઠાર

685

જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગરમાં નૌગામના સૂથૂમાં આતંકીઓ અને સેનાનાં જવાનો વચ્ચે ભારે અથડામણ થઈ હતી. સેના અને આતંકીઓની અથડામણ બાદ બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. બુધવાર સવારથી જ સેના અને આતંકીઓ એમ બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગઈ હતી ત્યારબાદ તે વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. સૂત્રો અનુસાર જાણવા મળ્યુ છે કે, આ અથડામણ દરમિયાન સ્થાનિક નાગરિકો, પોલીસ તેમજ સેનાના જવાનો વચ્ચે પણ ઝપાઝપી થઈ ગઈ હતી. સ્થાનિક નાગરિકોએ પોલીસ અને જવાનો પર જબરજસ્ત પથ્થરમારો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, મંગળવારનાં રોજ શ્રીનગરમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘અમે કોઈની પણ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલ કરીને પાકિસ્તાન ગયા હતા. જ્યાં તેમણે કેટલાક જવાબદાર લોકો સહિત તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી જેથી બંને દેશો વચ્ચેના સબંધો સુધરી શકે. પરંતુ પાકિસ્તાનનાં હરકતો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમને કોઈ વસ્તુનો ઉકેલ લાવવાની દાનત જ નથી. પકિસ્તાન બંને દેશો વચ્ચે સબંધો સારા થાય તેવું વાતાવરણ ઉભુ થવા જ નથી દેતું.

 

Previous articleઆલોક વર્મા કેન્દ્રના નિર્ણય સામે કોર્ટમાં : ૨૬મીએ સુનાવણી થશે
Next articleરાફેલ સોદા પર પ્રશ્ન ઉઠાવનાર વર્માને દૂર કરી દેવાયા : રાહુલ