બોલો..જ્યારે પણ સાઈ હોપ સદી મારે છે ત્યારે મેચ ટાઈ પડે છે..!!!

1183

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી સીરીઝની બીજી વનડે ટાઇ પર સમાપ્ત થઇ. ટીમ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા ૩૨૨ રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમે અંતિમ ઓવરમાં જીતવા માટે ૧૪ રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ ઉમેશ યાદવને બોલ આપ્યો, ઉમેશે પ્રથમ પાંચ બોલમાં ૯ રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. એવામાં વેસ્ટ ઇન્ડીઝે અંતિમ બોલ પર જીતવા માટે પાંચ અને ટાઇ માટે ચાર રન જોઇતા હતા. અંતિમ બોલમાં શાઇ હોપે ફોર મારી અને મેચ ટાઇ પર પુરી થઇ.

હોપ ૧૨૩ રન બનાવી નોટ આઉટ રહ્યો, હોપની વનડેમા આ બીજી સદી છે. રસપ્રદ વાત એ છે કે હોપના બન્ને સદી લગાવ્યા બાદ મેચ ટાઇ પર પુરી થઇ છે. આ પહેલા વર્ષ ૨૦૧૬માં તેને જિમ્બાબ્વે વિરુદ્ધ બુલવાયોમાં સદી ફટકારી હતી અને તે મેચ પણ ટાઇ પર ખતમ થઇ હતી. તે ટાઇ મેચમાં બે સદી બનાવનાર દુનિયાના એકમાત્ર બેટ્‌સમેન છે.

સાથે જ હોપની ટાઇ મેચમાં નોટ આઉટ રહેતા સૈથી મોટો વ્યક્તિગત સ્કોર છે આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના સઇદ અનવરના નામે હતો. અનવરે વર્ષ ૧૯૯૫માં જિમ્બાબ્વે વિરુદ્ધ ૧૦૩* રનની ઇનિંગ્સ રમી હતી.

Previous articleવિન્ડિઝ સામે ત્રણ મેચ માટે ભારતીય ટીમ જાહેર
Next articleવડાલીમાં જુથ અથડામણ : પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ, તંગદિલી