ઘોઘા-દહેજ રોપેકસ સેવા ચરણ-૨નું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે આજે લોકાર્પણ

833

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વીસનું બીજા તબક્કાનું લોકાર્પણ આજરોજ ઘોઘા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાશે જેને લઈને વિવિધ તંત્ર તથા શાસક પક્ષનાં હોદ્દેદારો ભારે વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

એકાદ વર્ષ પૂર્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વીસનું પ્રથમ લોકાર્પણ બાદ અધુરી રહેલ કામગીરી તથા સેવાના મુખ્ય ઉદ્દેશ્યને જવાબદાર તંત્ર દ્વારા પૂર્ણ કર્યા બાદ લગભગ ૬ માસ સુધી સેવા બંધ રહ્યા બાદ આજરોજ બીજા અને ફાઈનલ તબક્કાનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે બપોરે ઘોઘા ખાતે યોજાશે મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય શિપીંગ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીય સહિતના રાજકીય દિગ્ગજો વેસલમાં ઘોઘાની દહેજ જશે.

બીજા ચરણમાં પ્રવાસીઓ ઉપરાંત કાર્ગો કન્ટેનર, ટ્રક, બસ, કાર, બાઈક સહિતનુ પરિવહન અદ્યતન શીપમાં થશે સમુદ્રના વિષમ પરિબળોને લઈને સમગ્ર પ્રોઝેકટ અનેક વખત ડીલે થયા બાદ તંત્ર લાંબી અટપટી કામગીરીના અત્રે સફળ થયુ છે અને આજે સંપૂર્ણ સેવા મુળ રૂપ સાકાર થશે ઘોઘા રો-રો ટર્મીનસ ખાતે ઉદ્‌ઘાટન પ્રસંગે સમગ્ર યુનિટને રોશનીથી જળહળતુ કરવામાં આવ્યુ છે. ૨૪ કલાક અગાઉથી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મધ્યાંતરે મુખ્યમંત્રી હવાઈમાર્ગે ભાવનગર એરપોર્ટ પર આવી પહોચશે જ્યાથી સડક માર્ગે ઘોઘા જવા રવાના થશે જ્યાં લોકાર્પણ બાદ મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે દહેજ સુધીનો સફર ખેડશે અને દહેજથી હવાઈ માર્ગે ગાંધીનગર જવા રવાના થશે આજના કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી સાંસદ ભારતીબેન શિયાળ, મેયર સહિતના હોદ્દેદારો કલેકટર તથા અન્ય અધિકારી ગણ જોડાશે.

Previous articleઘોઘાની સંરક્ષણ દિવાલ ક્યારે બનશે
Next articleઅમરેલી અભયમ ૧૮૧ની ટીમએ અસ્થિર મનોરોગી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું