અમરેલી અભયમ ૧૮૧ની ટીમએ અસ્થિર મનોરોગી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

716

મધ્યપ્રદેશની એક મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોય જેને લઈને રખડતા ભટકતા અમરેલી જિલ્લામાં આવી ચડતા મહિલા અભ્યમ્‌ સેવાએ બિમાર મહિલાને પુનઃ પરિવારને સોંપી સુંદર ફરજ બજાવી હતી.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કારીયાણી ગામની સિમમાં એક મહિલા અસ્વસ્થ હાલતે ભટકી રહી હોવાની માહિતી અભયમ્‌ સેવા ૧૮૧ને મળતા હેલ્થલાઈનના રોબીનાબેન બ્લોચ તથા રાધીકાબેન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મહિલાનો કબ્જો  મેળવી અમરેલી ઓફીસે આવી પ્રાથમિક  પુછતાછ હાથ ધરતા તેણે જણાવ્યું હતું કે પોતે મધ્યપ્રદેશ જિલ્લાના આલી રાજપુર જિલ્લાના આલગોટ ગામની વતની છે. આથી ટીમએ તથાના જીલ્લા પોલીસ અધિક્ષક મોબાઈલ દ્વારા સંપર્ક કરી સમગ્ર હક્કિતથી વાકેફ કરતા તેમણે સ્થાનિક પોલીસને આદેશ કરી ગુમશુદા મહિલાના પરિવારની ભાળ મેળવી હતી જયાં મહિલાના પુત્ર અને ભાઈ મહિલાને લેવા અત્રે આવી પહોંચ્યા હતાં. પરિવારના જણાવ્યા મુજબ આ મહિલા ઘરે કહ્યા વિના ૬ દિવસ પુર્વે લાપતા બની હતી. આમ જાગૃત લોકો તથા અભયમ્‌ ટીમની સતર્કતાને લઈનેઅ ેક અબળાને સુરક્ષીત ઘર પરિવાર સુધી પહોંચાડી શ્રેષ્ઠ સેવાનો ઉમદા પરિચય આપ્યો હતો.

Previous articleઘોઘા-દહેજ રોપેકસ સેવા ચરણ-૨નું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે આજે લોકાર્પણ
Next articleવિહીપ દ્વારા આવેદનપત્ર અપાયું