એકતા થકી ગામનો વિકાસ શક્ય – સૌરભ પટેલ

900

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી – એકતા યાત્રામાં આજે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની સાથે મોટી સંખ્યામાં બાઈક સવારો પણ જોડાયા હતા. પીપળીયા ગામથી શરૂ થયેલી આ એકતા યાત્રાનું રૂટમાં આવતા, સુરકા, નિંગાળા, નાના ઝીંઝાવદર, ઉગામેડી, ગઢડા અને માંડવધાર સહિતના ગામો ખાતે ફરી હતી. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, એકતા અને અખંડીતતાનો સંદેશ લઈ ગુજરાતના ગામડે ગામડે એકતા યાત્રા ફરી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના વિચારને જીવનમાં ઉતારી પ્રત્યેક વ્યક્તિને એક બનવા અનુરોધ કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, એકતા થકી જ ગામનો વિકાસ ઝડપી બનશે.

અખંડ ભારતની આગવી વૈશ્વીક ઓળખ સમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ એટલે એક ભારત – શ્રેષ્ઠ ભારતની પ્રતીતિ.  આ પ્રસંગે અગ્રણી સુરેશભાઈ ગોધાણીએ પ્રસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. કાર્યક્રમ બાદ મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એકતાના શપથ લીધા હતા. ત્યારબાદ મંત્રીએ એકતા યાત્રાની ઝંડી ફરકાવી એકતા રથને પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ એકતા યાત્રાના સબંધિત ગામમાં આગમન પ્રસંગે એકતા રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન તથા પૂજા-આરતી વગેરે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, અગ્રણીઓ  છનાભાઈ કેરાલીયા, મનહરભાઈ માતરીયા, સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

Previous articleબોટાદ-ગઢડામાંથી ૧ર.ર૩ લાખનો ગેરકાયદે ઈંધણનો જથ્થો ઝડપાયો
Next articleજાફરાબાદ તાલુકામાં એકતા રથનું ભવ્ય સ્વાગત