બિહારમાં નવા સમીકરણના પણ સંકેતો : કુશવાહ નારાજ

827

લોકસભાની ચૂંટણી પહેલા બિહારમાં નવા રાજકીય સમીકરણ રચાવવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે ભાજપ અને જેડીયુ વચ્ચે સમજુતી થયા બાદ એનડીએના બે ઘટક પક્ષો નાખુશ દેખાઇ રહ્યા છે. બિહારમાં રાજકીય ગરમી હવે વધી ગઇ છે. કારણ કે ભાજપ અને જેડીયુ વચ્ચે ૫૦-૫૦ની ડીલ થઇ છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ભાજપ પ્રમુખ અમિત શાહે બેઠક યોજ્યા બાદ સંયુક્ત રીતે આની જાહેરાત કરી દીધી હતી. જેથી એનડીએના સાથી પક્ષ પર તેન અસર દેખાઇ રહી છે. એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહએ કો પણ વિલંબ કર્યા બાદ આરજેડી નેતા તેજસ્વી સાથે ચા પર બેઠક યોજી હતી. આની સાથે જ નવા સંકેત મળ્યા હતા. એનડીએ માં બિહારમાં ૪૦ લોકસભા સીટની વહેંચણીને લને સમજુતી થઇ શકી નથી. દિલ્હીમાં નીતિશ કુમાર અને શાહે બરોબરની સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. રામ વિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પણ સક્રિય થઇ ગઇ છે. જમુઇના સાંસદ અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને  તરત જ તેજસ્વી સાથે ફોન પર ૧૦ મિનિટ વાત કરી હતી. જો કે કુશવાહએ મોડેથી સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આ માત્ર એક મુલાકાત હતી. બીજી બાજુ આરજેડીના એક નેતાએ ચિરાગ સાથે થયેલી વાતચીત અંગે ખુલાસો કરતા કહ્યુ હતુ કે આ વાતચીત માત્ર ઔપચારિક વાતચીત હતી.

ચિરાગે કહ્યુ હતુ કે એલજેપી એનડીએના એક હિસ્સા તરીકે જ  રહેશે.અત્રે નોંધનીય છે કે ગઇકાલે શુક્રવારના દિવસે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંયુક્તરીતે બેઠક વહેંચણી અંગેની જાહેરાત કરી હતી. બંને પાર્ટીઓ ૧૭-૧૭ સીટો પર ચૂંટણી લડશે જ્યારે એલજેપી અને આરએલએસપી બે-બે સીટો ઉપર ચૂંટણી લડશે. અમિત શાહે જાહેરાત કરી હતી કે, બે ત્રણ દિવસમાં કોણ કેટલી સીટ પર લડશે તેની જાહેરાત કરાશે. એનડીએના અન્ય સાથી પક્ષ એલજેપી અને આરએલએસપીના નેતા ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહે પણ સંદર્ભમાં માહિતી આપી હતી. બિહારમાં સમજૂતિ બાદ ભાજપ ૨૦૧૪ની સંખ્યામાં હાર્યા વગર પાંચ ઓછા સાંસદ થઇ જશે. ૨૦૧૪માં ભાજપને ૨૯માંથી ૨૨ સીટો મળી હતી જ્યારે જેડીયુને માત્ર બે સીટો મળી હતી. નીતિશકુમાર અને પીકેની જોડી દ્વારા બરોબરની સીટ લેવા દબાણ લાવવામાં આવ્યું હતું. શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્વયં મીડિયા સામે આ અંગેની જાહેરાત કરી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, જેડીયુ અને ભાજપ એક સમાન સીટો પર ચૂંટણી લડશે અને અન્ય સાથીઓને પણ સન્માનજનક સીટો મળશે. તેમણે કહ્યું કે, બંન્ને પાર્ટીઓ કેટલી સીટો પર ચૂંટણી લડશે તેની જાહેરાત થોડા દિવસો બાદ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં લડવામાં આવશે અને પહેલા કરતા વધારે સીટો પર જીત પ્રાપ્ત કરશે. ઉપેન્દ્ર કુશવાહ અંગે પુછાયેલા સવાલ પર અમિત શાહે કહ્યું કે, તેઓ અમારી સાતે છે અને એનડીએનાં તમામ સાથીઓને સન્માનજનક સીટો આપવામાં આવશે. તેમણે કહ્યું કે, રામ વિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહા અમારી સાથે છે અને નવા સાથીઓ સાથે આવવાના કારણે તમામની સીટો ઘટાડવામાં આવી છે. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, બિહારમાં સીટ શેરીંગની ફોર્મ્યુલા અંગે વાતચીત થઇ ચુકી છે.બિહારમાં હવે રાજકીય ગરમી વધી ગઇ છે.

Previous articleછત્તીસગઢમાં નક્સલી હુમલો  ૪ જવાન શહીદ, ૨ ઈજાગ્રસ્ત
Next articleઆસ્થાની સાથે જોડાયેલ પ્રશ્ને કોર્ટે ચુકાદા ન આપવા જોઈએ : અમિત શાહ