પ્રો.હી.ના ગુન્હામાં પાંચ માસથી ફરાર અકવાડાનો શખ્સ ઝડપાયો

737
bvn14112017-4.jpg

વલસાડ પોલીસ મથકમાં નોંધાયેલ ઈંગ્લીશ દારૂના કેસમાં છેલ્લા પાંચમાંથી અકવાડાનો શખ્સ ફરાર હતો. જેને ઘોઘારોડ પોલીસ સ્ટાફે અકવાડા ગુરૂકુળ પાસેથી ઝડપી લીધો હતો. 
વલસાડ સીટી પો.સ્ટે.માં પ્રોહી. એકટ કલમ ૬પઈ ૮૧ મુજબના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઈ જોધાભાઈ ખસીયા જાતે કોળી (ઉ.વ.૩૦) રહે. અકવાડા ગામ બંળવતરાય સોસાયટી ભાવનગર વાળાને પો.કોન્સ. ચિંતનભાઈ મકવાણાની બાતમીના આધારે ઘોઘા રોડ પો.સ્ટે.ના પો.ઈન્સ. એસ.વી. આચાર્ય તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફના એ.એસ.આઈ. એમ.એમ.મુનશી, પો.કોન્સ ચિંતનભાઈ મકવાણા, કિર્તિસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, જયદિપસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો દ્વારા અકવાડા ગુરૂકુળ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આગળની તપાસ અર્થે વલસાડ પોલીસને જાણ કરેલ છે.