ગુર્જરી ટ્રસ્ટનાં સહયોગથી વિદ્યાર્થીઓને વસ્ત્રદાન

618
bvn14112017-1.jpg

ભાવનગર જિલ્લાનાં પાલીતાણા ગારિયાધાર તાલુકાના જરૂરિયાત મંદ અને ગરીબ વિદ્યાર્થીઓને જોધપુરના સોહનલાલ વડેરા અને સુમિત્રાદેવી દંપત્તી રાજસ્થાનથી આવીને આસપાસની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ અને છાત્રાલયના વિદ્યાર્થીઓને વસ્ત્રોનું દાન કરે છે પાલીતાણામાં નિવાસ કરી આસપાસની શાળાઓમાં પહોચાડવામાં આવતી આ મદદ સરાહનીય છે. છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલતુ આ યજ્ઞકાર્ય અનેક વિદ્યાર્થીઓને મદદ કરી શક્યુ છે.
આવી પ્રવૃત્તિને સન્માનિત કરી પ્રોત્સાહન પુરૂ પાડવા ગુર્જરી પર્યાવરણ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું સન્માનનો સદાય અસ્વીકાર કરનાર આ દંપત્તિએ મહા પ્રયત્નએ સન્માનપત્ર સ્વીકાર્યુ હતું સંસ્થાના કાર્યકર્તાઓ તખુભાઈ સાંડસુર, જિતુભાઈ જોશી નાજભાઈ સાંડસુરે વેળાવદર ખાતે એક કાર્યક્રમમાં તેઓનું અભિવાદન કર્યુ સન્માનપત્રનું વાચન કૈલાસબેન બગડાએ કર્યુ હતું. અને સંચાલન અશોકભાઈ જોગાણીનું હતું.