ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય શોધખોળ યાત્રા નીકળી

1074
bvn14112017-6.jpg

દુઃખી શહેર એટલે સિહોર શહેર, વિકાસથી વંચિત શહેર એટલે સિહોર શહેર, છેલ્લા ધણા વર્ષોથી સિહોર અનેક સમસ્યાઓથી ઘેરાતુ જાય છે પાણી માટે તો અવારનવાર બહેનોએ બેડા યુધ્ધ કરવા પડયા છે સિહોર આટલી આટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહયુ છે,પણ સિહોર મત વિસ્તાર બેઠક જીતી ધારાસભ્ય એક વાર પણ જાહેરમાં આવી સમસ્યાનુ હલ કરેલ નથી. કોઈ એ ધારાસભ્ય ને જોયા પણ નથી ?  આથી ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય શોધખોળ યાત્રા રોજ સવારે  ૧૦ :૩૦ કલાકે વડલા ચોકથી મોટા ચોક સુધી નિકલી હતી. આ ધારાસભ્ય શોધખોળ યાત્રા મા સિહોર શહેર કોંગ્રેસ અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસ ના દરેક કાયઁકરો  હાજર રહેલ.