દિલ્હી હાઈકોર્ટે અસ્થાના કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ થયો

696

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં દિલ્હી હાઈકોર્ટે સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામેની કાર્યવાહી ઉપર પહેલી નવેમ્બર સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આજે સીબીઆઈને આદેશ કર્યો હતો. સીબીઆઇમાં બે ટોચના અધિકારીઓ વચ્ચેની લડાઈમાં બંને અધિકારીઓને રજા ઉપર મોકલી દેવામાં આવ્યા બાદ ભારે વિવાદ ચાલી રહ્યો છે. રાકેશ અસ્થાનાને પણ સરકારે આક્રમક વલણ અપનાવીને રજા ઉપર મોકલી દેવાનો આદેશ કર્યો હતો. અસ્થાના અને અન્ય અધિકારી દેવેન્દ્ર કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર કોઇ જવાબ દાખલ નહીં કરવા બદલ સીબીઆઈ સામે દિલ્હી હાઈકોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સીબીઆઈના વલણને લઇને પણ પ્રશ્નો કર્યા હતા. રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને લઇને સીબીઆઈએ કોઇ જવાબ આપ્યો ન હતો. આ લોકોએ તેમની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. સીબીઆઈએ લાંચના આક્ષેપોના સંદર્ભમાં અસ્થાના અને દેવેન્દ્ર કુમાર સામે એફઆઈઆર દાખલ કરી હતી. હાઈકોર્ટે પહેલી નવેમ્બરના દિવસે અથવા તો એ દિવસે બે અરજીઓના સંદર્ભમાં જવાબ આપવા સીબીઆઈને આદેશ કર્યો હતો. સીબીઆઈના પ્રોસીક્યુટરે હાઈકોર્ટમા ંકહ્યું હતું કે, જવાબ રજૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. કારણ કે, કેસની ફાઇલો સીવીસીને મોકલવામાં આવી છે. જવાબ દાખલ કરવા માટે વધારે સમયની માંગ કરવામાં આવી છે. માંસના કારોબારી મોઇન કુરેશીને આવરી લેતા કેસમાં તપાસ અધિકારી કુમારની ૨૨મી ઓક્ટોબરના દિવસે ધરપકડ કરવામા ંઆવી હતી. કારોબારી સતીષ સનાના નિવેદનના આધાર પર ફોરજરીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ કેસમાં રાહત મેળવવાના હેતુસર લાંચ ચુકવવામાં આવી હોવાનો આક્ષેપ સના દ્વારા કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ૨૩મી ઓક્ટોબરના દિવસે તેના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના સામે હાથ ધરવામાં આવેલી ફોજદારી કાર્યવાહી ઉપર યથાસ્થિતિ જાળવી રાખવાનો સીબીઆઈને આદેશ કર્યો હતો.

Previous articleઇન્ડોનેશિયા : પ્લેન ક્રેશ થતા ૧૮૮ના મોત
Next articleલોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા બાપુ ખગોળ મેળા અંતર્ગત આકાશ દર્શનના કાર્યક્રમો