સરકાર વિભાગનરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં મહુર્તની રાહ જુવે છે ? : ખેડુત

1581

ભાવનગર જિલ્લાને તત્કાલ અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ગુજરાત ખડૂત સમાજ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવ્યું હતું.

વર્ષ ર૦૧૮નું ચોમાસુ પુર્ણ  જાહેર થયા બાદ રાજય સરકારે સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા તાલુકાઓને અછત દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. પરંતુ ભાવનગર જિલ્લાના એક માત્ર ગારિયાધાર તાલુકાનો સમાવેશ અછતગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ કરી ખેડુતો સાથે સરકારે મજાક કરી છે. ભાવનગરના વલભીપુર, ઉમરાળા સિહોર સહિતના તાલુકામાં નહિવત વરસાદ થયો છે. હાલ પાણી, ઘાસચારો તથા મજુરી કામ આજીવીકા માટે ખેડુતો તથા ખેત શ્રમીકો વલખા મારી રહ્યા છે. એવા ટાણે શિયાળો અને ઉનાળો પસાર કઈ રીતે કરવો તે બાબતની ચિંતા જગતના તાતને રાત દિવસ કરોી ખાય છે. વર્ષો ખેતી માટે કરેલ ખર્ચ ખાતર પર દિવો કરવા બરાબર સાબીત થયો છે. પશુપાલકો ખેડુતો માટે હાલ પણ અત્યંત કપરા દિવસો છે. પાણી પશુ ચારા માટે દુર દુર ભટકવુ પડી રહ્યું છે ત્યારે રાજય સરકાર ભાવનગર જિલ્લાને સંપુર્ણ પણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને ધાસચારો પાણી વિજળી સાથે ખેડુતોની સમસ્યા હાલ થાય તેવા પ્રયાસો સત્વરે હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત ખેડુત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.

Previous articleસરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિએ રન ફોર યુનિટીના કાર્યક્રમની  પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ
Next articleસગીરા પર દુષ્કર્મ ગુજારનાર રંડોળાના શખ્સને સાત વર્ષની કેદ