સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિએ રન ફોર યુનિટીના કાર્યક્રમની  પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ

958

કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ હતી.

આગમી તા.૩૧મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિતે ભાવનગરમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સવારે ૭.૦૦ કલાકે ગાંધીસ્મૃતિ સર્કલ થી રન ફોર યુનિટીનો પ્રારંભ થશે. જેમાં શાળઓ, મહાશાળાઓના તેમજ એન.સી.સીના વિધાર્થીઓ અને નગરજનો રન ફોર યુનિટીમાં જોડાશે. છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે સરદાર પટેલ જન્મજયંતીના રોજ સરકાર દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તદ્દનુંસાર આગામી ૩૧મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલ જન્મજયંતીના રોજ ભાવનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ૩૧મી ઓકટોબરના રોજ સવારે ૭.૦૦ કલાકે ગાંધીસ્મૃતિ સર્કલથી રન ફોર યુનિટીનો પ્રારંભ થશે જે મહિલા કોલેજ સર્કલ, આંબાવાડી, મેઘાણી સર્કલ થઇ પરત ગાંધીસ્મૃતિએ પૂર્ણ થશે અને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવવામાં આવશે. આ બેઠકમાં નાયબ કમિશ્નર, મહા પાલિકા એન.ડી.ગોવાણી, પ્રાંત અધિકારી જી.વી.મિયાણી, નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર, રમત ગમત અધિકારી શીમાબેન ગાંધી, જિલ્લા શિક્ષણાધિકારી એ.બી.પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર એચ.કે.દોષી, કાર્યપાલક ઇજનેર બી.એલ.મડીયા (પંચાયત),  કે.કે.બોદર કાર્યપાલક ઇજનેર ગુ.પા.પુ અને ગ.વ્ય. બોર્ડ, જા.આ.બાં.વિભાગ, ર્ડા. તાવિયાડ, એ.ડી.એચ.ઓ જિલ્લા પંચાયત, વિ.આર.પરમાર મામલતદાર શહેર, તેમજ સંબધિત કચેરીઓના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleદેહ નાશવંત છે, તેનું ભાન રહેવું એ જરૂરી છે : પૂ.બાપુ
Next articleસરકાર વિભાગનરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં મહુર્તની રાહ જુવે છે ? : ખેડુત