લૂંટના ઈરાદે માર મારવાના ગુનામાં ૭ ગુનેગારને પાંચ વર્ષની સખત કેદ

1721

સાત વર્ષ પુર્વે ભાવનગર શહેરના વાધાવાડી રોડ, એકસીસ બેંકમાંથી પૈસા લઈ નિકળનાર ગ્રાહક ઉપર ધાડ પાડી, લૂંટ કરવા માટેના ગુનાહિત ઈરાદા સાથે આવેલ અને ધાડ પાડવાની કોશીશ કરનાર સાત શબ્ખ્સો સામે જે-તે સમયે ભાવનગર એલસીબીના પીએસઆઈએ ફરિયાદી બની. સ્થાનિક એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સુભદ્રા બક્ષીની અદાલતમાં ચાલી જતા આ ગુન્હામાં સંડોવાયેલા સાત શખ્સો સામેનો ગુન્હો સાબિત માની તમામને પાંચ વર્ષની કેદની સજા અદાલતે ફટકારી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ૭-પ-ર૦૧૧ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે આતીશ ધીરૂ રાઠોડ વિજય ભાયા પરમાર રહે. ભાવનગર રમેશ વના ગોહેલ, રાજુ ઉકામેર રાજુ સામન ચાવડા, રહે. સિદસર હનીફ જમાલ સોલંકી રહે. ભાવનગર,  આ ગુનામાં મુકેશ ભગત મકવાણા, રહે. સોડવદરા નામના આરોપી હજુ  પોલીસ પકડની બહાર હોય તેને શોધવા તજવીજ હાથ ધરાઈ છે. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર એકસસ બેંકમાંથી વધારે પૈસા લઈ નિકળનારી ગ્રાહક ઉપર ધાડ પાડી લૂંટ કરવા માટેનો ગુનાહીત ઈરાદો સેવેલો અને તે ઈરાદો બર લાવવા આરોપીઓાએ બેઝબોલના ધોકા, મરચું, લાકડી, લોખંડના પાઈ, છરી સાથે તેમજ બાઈક ઉપર આવેલ. આરોપીઓએ આ કામના સાહેદ રઘુવીરસિંહ ઉર્ફે પીન્ટુભા ભરતસિંહ સાથે ધાડ પાડવાની કોકીશ કરેલ. આમા આરોપીઓએ આઈપીસી કલમ ૩૯૯,૪૦૦ તથા બીપી એકટ કલમ – ૧૩પ મુજબના શિક્ષાપાત્ર ગુન્હો કરેલ. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સુભદ્રા બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી  વકિલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખીક પુરાવા-૧૦, દસ્તાવેજી પુરાવા-૬, સહિત તમામ વિગતો ધ્યાને લઈ ઉપરોકત તમામ આરોપીઓ સામે આઈપસી કલમ ૩૯૯,૪૦૦ મુજબના ગુન્હામાં તકસીરવાન દર્શાવી પ્રત્યેક આરોપીઓને આઈપીસી કલમ ૩૯૯ અન્વયે ગુન્હાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા. ર,૦૦૦/-નો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની સજા આઈપીસીની કલમ ૪૦૦ના ગુન્હામાં તમામ આરોપીઓને પાંચ વર્ષની સજા અને રૂા. ર,૦૦૦/-નો દંડ અને આરોપીઓ દંડ ન ભરે તો વધુ બે માસની સજા અદાલતે ફટકારી હતી.

Previous articleસગીરા પર દુષ્કર્મ ગુજારનાર રંડોળાના શખ્સને સાત વર્ષની કેદ
Next articleરેલ્વે સતર્કતા સપ્તાહનો પ્રારંભ