જાળિયા કે.વ.શાળામાં શિક્ષકદિન ઉજવાયો

1085

જાળિયા (અમ)કે.વે.શાળામાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિન નિમિત્તે ઉજવાયો સ્વયં શિક્ષક દિન. શાળાના ૩૭પ બાળકોમાંથી બાળ આચાર્ય સહિત ૮૦ બાળકોએ ભાગ લીધો. આખા દિવસનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકો બાળકોના માર્ગદર્શક બની રહ્યા હતાં. દિવસના અંતે નવનિયુકત શિક્ષકોએ પોતાના રસપ્રદ પ્રતિભાવો આપ્યા હતાં. તેમજ શાળા તરફથી બાળકોને ભેળનો નાસ્તો આપવામાં આવ્યો હતો.