નવી માણેકવાડી પાસેથી વૃધ્ધાના પર્સની લૂંટ કરનાર શખ્સ ઝબ્બે

850

બે દિવસપુર્વે નવી માણેકવાડી નજીક રીક્ષા ચાલકે વૃધ્ધાને ધક્કો મારી પર્સ અને સોનાના ચેઈનની લૂંટ ચલાવી નાસી છુટયો હતો. બનાવમાં એલસીબી ટીમે દિપક ચોક પાસેથી રીક્ષાચાલકને લૂંટ કરેલ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,શિશુવિહાર સર્કલ થી બોરડી ગેટ તરફનાં જવાનાં રસ્તે રેલ્વે પાટા પાસે આવતાં પો.કો. મિનાઝભાઇ ગોરી તથા શકિતસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે દિપક ચોક પાસે,આનંદનગર જવાનાં રસ્તાનાં નાકા પાસે રજી.નંબર જીજે -૦૪ ડબલ્યુ ૮૦૫૫ ની રીક્ષાનાં ચાલક સત્તારભાઇ પાસે શંકાસ્પદ મોબાઇલ છે.જે માહિતી આધારે જગ્યાએ આવતાં સત્તારભાઇ મહંમદભાઇ બાવનકા ઉ.વ.૩૨ રહે.ભીલવાડા, ભાવનગરવાળો મળી આવેલ.તેની અંગજડતી કરતાં તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવેલ.જે મોબાઇલ તથા રીક્ષા અંગે તેની પાસે આધાર-પુરાવા નહિ હોવાથી મોબાઇલ કિ.રૂ.૨,૦૦૦/- તથા રીક્ષા કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૨,૦૦૦/-નો મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ.  તેની પુછપરછ કરતાં ગઇ તા.૨૮/૧૦નાં રોજ રાત્રીનાં નવેક વાગ્યાનાં સમયે શિશુવિહાર સર્કલથી અજય સિનેમા પાછળ એક મોટી ઉંમરનાં માજીને રીક્ષામાંથી ઉતારી ભાડું આપવા જતાં ફોન લુંટ કરી ભાગી ગયેલ હોવાનું જણાવેલ.જેથી તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

Previous articleબરવાળા હાઈવે પરથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો : ર ફરાર
Next articleસરદાર પટેલ, ઈન્દીરા ગાંધીને કોંગ્રેસ દ્વારા સ્મરણાંજલિ અપર્ણ