દામનગરમાં યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧પ૦ દર્દીઓની ફ્રી સારવાર કરાઈ

609

દામનગર શહેરના વૃદ્ધો દ્વારા સામાજિક પ્રવૃત્તિ સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા દામનગર ગાયત્રી મંદિર ખાતે નેત્રયનમાં ૧૫૦ દર્દી નારાયણોની સંપૂર્ણ મફત તપાસ સારવાર કરાય.

રાજકોટ સ્થિત રણછોડદાસ બાપુ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના તબીબી સ્ટાફના સહયોગથી યીજયેલ નેત્રયજ્ઞમાં ૪૦ દર્દી નારાયણોને નેત્રમણી આરોપણ સાથે સંપૂર્ણ મફત મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા.

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આર્શીવાદ રૂપ કાર્ય  કરતી વૃદ્ધોની સંસ્થા સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા દર માસના છેલ્લા બુધવારે દામનગર ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરાય છે.

Previous articleઆહીર રેજીમેન્ટની માંગ સાથે રાજુલા ખાતે આવેદનપત્ર અપાયું
Next articleગારિયાધાર શહેરના ગૌરવપથ પર સ્પીડ બ્રેકરના અભાવે થતા અકસ્માત