આહીર રેજીમેન્ટની માંગ સાથે રાજુલા ખાતે આવેદનપત્ર અપાયું

645

રાજુલા તાલુકાના ૩૦૦ આહીર યુવાનો દ્વારા ભારતીય સેનામા આહીર રેજીમેન્ટ બાબતે પ્રાંત કચેરીએ ડો. હિતેશભાઈ હડીયાના અધ્યક્ષ સ્થાને બાઈક રેલી સાથે આવેદનપત્ર અપાયું હતું. ડો. હિતેષ બી. હડિયાની આગેવાનીમાં આજરોજ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મુખ્ય માંગણી સેનામાં રેજીમેન્ટની માંગ ૧૮ નવેમ્બરને રેજાગલાં દિવસ મનાવવામાં આવે, રેજાગલાં સોર્ય ગાથાને પાઠય ક્રમમાં ભણાવવામાં આવે, ભારતના આહિરના જાતિગત આંકડા જાહેર કરવામાં આવે, ર૪ કરોડ યાદવોને પુરતું માન મળી રહે તે બાબતે રેલી યોજવામાં આવી આ રેલીમાં ૩૦૦થી વધુ યુવાનો જોડાણા હતા આ કાર્યક્રમનું આયોજનમાં મુખ્યત્વે ડો. હિતેષ બી. હડિયા, દિનેશભાઈ કલસરિયા, રમેશભાઈ કાતરીયા, લાલભાઈ વાધ, અલ્પેશભાઈ, સોરઢિયાભાઈ, શિવાભાઈ લાખણોત્રા, સામતભાઈ વાઘ, લાલજીભાઈ જીજાળા, દિનેશભાઈ હડિયા, બળુભાઈ, પ્રવિણભાઈ તેમજ આહિર રેજિમેન્ટના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

Previous articleપૂ. મોરારિબાપુએ ૧૦૦ ગણિકા પુત્રીઓનો વિવાહ સંકલ્પ જાહેર કર્યો
Next articleદામનગરમાં યોજાયેલ નેત્રયજ્ઞમાં ૧પ૦ દર્દીઓની ફ્રી સારવાર કરાઈ